સૈનિક શાળા સોસાયટી દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ધો.૬ અને ધો.૯માં પ્રવેશ મેળવવા માટે આગામી તા.૧૫ જાન્યુઆરી-૨૦૧૭ના રોજ સવારે ૯ વાગ્યે અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા યોજાશે. જે સૈનિક સ્કુલ-બાલાચડી તા.જોડીયા, જિ.જામનગર ઉપરાંત આર્મી પબ્લિક સ્કુલ, હનુમાન કેમ્પ, શાહીબાગ-અમદાવાદ અને મહિધરપુરા ઇંગ્લીશ મિડીયમ અર્બન સ્કુલ, સહયોગ સોસાયટી, સુમુલ રોડ-સુરત ખાતે લેવામાં આવશે. ધો. ૬ માટે તા.૨ જુલાઇ-૨૦૦૬ થી તા.૧ જુલાઇ-૨૦૦૭ અને ધો.૯ માટે તા.૨ જુલાઇ-૨૦૦૩ થી તા.૧ જુલાઇ-૨૦૦૪ દરમિયાન જન્મેલ હોય તેવા પુરૂષ ઉમેદવારો પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. પ્રવેશ અંગેના ફોર્મ તેમજ શાળાને લગતી તમામ માહિતી વેબસાઇટ www.ssbalachadi.org પર ઉપલબ્ધ છે. ઇ-મેઇલ આઇ.ડી. ssbjam11@gmail.com છે. અરજીફોર્મ તા.૧૮ નવે.-૨૦૧૬ સુધી ડાઉનલોડ કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તા.૩૦ નવેમ્બર-૨૦૧૬ રહેશે. પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ અરજીપત્રક સાથે સામાન્ય કેટેગરીના તથા સુરક્ષાકર્મીઓના બાળકો હોય તેવા વિદ્યાર્થીઓએ રૂ.૪૦૦ અને એસ.સી./એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ રૂ.૨૫૦નો ડિમાન્ડ ડ્રાફ્ટ '' PRINCIPAL SAINIK SCHOOL BALACHADI'' જોડીને મોકલવાનો રહેશે, જે નોન-રિફંડેબલ રહેશે. વધુ વિગત માટે (૦૨૮૯૩) ૨૪૬૨૨૬ પર સંપર્ક કરવા પ્રિન્સીપાલ અને લેફટન્ટ કર્નલશ્રી એસ.બી. માલગીની એક યાદીમાં જણાવાયું છે.