'બેસ્ટ પ્રોજેક્ટ એવોર્ડ' માટે પસંદગી

'સાયકલ શેરિંગ પ્રોજેક્ટ 'G-Bike' ની

બેસ્ટ પ્રોજેક્ટ એવોર્ડ' માટે પસંદગી

ગાંધીનગર ગુરુવાર

     ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) ના સાયકલ શેરિંગ પ્રોજેક્ટ 'G-Bike' ની કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 'બેસ્ટ NMT (નોન-મોટરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ) પ્રોજેક્ટ એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી છે. વિકસિત દેશોમાં ચાલે છે તે પ્રકારનો આ સાયકલ શેરિંગનો નવતર પ્રોજેક્ટ પર્યાવરણ સંરક્ષણની ભાવના સાથે અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતભરના શહેરોમાંથી મોટી સંખ્યામાં આ એવોર્ડ માટે નોમિનેશન મળ્યા હતા.