બહેન સાથે ભાઈના હેતનું પર્વ ભાઈબીજની ઉજવણી ઈશ્વરિયા મંગળવાર
બહેન સાથે ભાઈના હેતનું પર્વ એટલે ભાઈબીજ. ભાઈબીજ તહેવારની સ્નેહસભર ઉજવણી થઇ છે.
નવા વર્ષની પહેલી બીજ એટલે કારતક માસની પહેલી બીજ, ભાઈબીજ. બહેન સાથે ભાઈના હેતનું પર્વ ભાઈબીજની સર્વત્ર સ્નેહસભર ઉજવણી થઇ છે. કથાઓ મુજબ જે બહેનના ઘરે તેનો ભાઈ આ દિવસે આવે અને મે જમે તે બહેનને યમરાજનું તેડું ના આવે. આથી આપણી પરંપરા રહી છે કે સાસરે ગયેલી બહેનના ઘરે ભાઈ આ દિવસે જમવા જાય છે.
ભાઈબીજ પર્વે આજે ભાઈઓ પોતાની સગી કે સંબંધી બહેનોને ઘરે જઈ ભોજન લઈ યથા શક્તિ ભેટ આપી આ પર્વ ઉજવણી થઇ છે. આમ બહેન સાથે ભાઈના હેતનું પર્વ મનાવાયુ છે.