શું તમને થાપણ પર વધુ વ્યાજની
ઓફર મળી છે? તો ચેતો.
ભાવનગર;ગુરૂવાર
સરકારશ્રીની ગૃહ વિભાગ, ગાંધીનગરનાં જણાવાયાં અનુસાર આપણાં ગુજરાત રાજયમાં લોકોને છેતરામણી સ્કીમો દ્વારા લલચાવી આવા લેભાગુઓ દ્વારા લોકોના પૈસા હડપ કરી જવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આ અંગે અધિક મુખ્ય સચિવ,નાણાવિભાગના અધ્યક્ષપદે યોજાયેલ બેઠકમાં રીઝર્વ બેન્ક તથા અન્ય બેન્કોના પ્રતિનિધિઓ હાજર હતા. આ પ્રકારની પોંઝી સ્કીમોની લોભામણી જાહેરાતોથી લોકો ભરમાઈને તેમના નાણાનું રોકાણ ન કરે તે આશયથી ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે થાપણ મુકતા પહેલાં તપાસ કરો કે આવી ઓફર કરનાર સંસ્થા આર. બી. આઈ.,સેબી, એન. એચ. બી. અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત છે. વધુ માહિતી માટે ભારતીય રીઝર્વ બેન્કની સચેત વેબસાઈટ http://sachet.rbi.org.in વિઝીટ કરવા વિનંતી છે.