ભાવનગર સોમવાર તા.૧૯/૧૨/૨૦૧૬
પશ્વિમ રેલ મુખ્ય પ્રબંધક શ્રી અગ્રવાલને ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા સ્થાનિક માંગણીઓની રજૂઆત થઇ છે,તેઓને ધોળા ખાતે વિવિધ પ્રશ્નો અંગે લેખિત અપાયું છે.
ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ ના વ્યવસ્થાપક શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા પશ્વિમ રેલ મુખ્ય પ્રબંધક શ્રી અગ્રવાલને ધોળા ખાતે મુલાકાત કરી સ્થાનિક માંગણીઓની રજૂઆત થઇ છે,જેમાં ભાવનગર-બોટાદ વચ્ચે એક ગાડી(ડેમુ)ચલાવવા,શિહોર તથા ભાવનગર(પરા) રેલ મથક ઉપરી માર્ગ બનાવવા માંગ કરી છે.ધોલાથી ભાવનગર વચ્ચે રેલમાર્ગ નીચે નાળા માર્ગ માં વરસાદી પાણી ભરવાની સમસ્યા અને બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે ની સ્થાનિક ગાડીઓના ડબ્બા તથા શૌચાલય ની દુર્દશા અંગે જાણ કરી છે.સણોસરા રેલમથક ઉચું લેવા સાથે ઈશ્વરિયાથી સણોસરા રેલમથક ના અધિકૃત માર્ગ માટે સ્પષ્ટતા કરવા પણ રજૂઆત સામેલ છે.
રેલતંત્ર માં થતી ફરિયાદોનો ઉકેલ તથા પ્રત્યુતર પણ મળતો ન હોવાનો ખેદ આ રજૂઆતમાં વ્યક્ત કર્યો છે.
ધોળા ખાતે વિવિધ પ્રશ્નો અંગે લેખિત અપાયું છે.તેનો સારો પ્રતિભાવ મળશે તેમ ખાતરી અપાઈ છે.