લોકભારતી સણોસરા સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટ

લોકભારતી સણોસરા ખાતે સુખ્યાત 
સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટનો કાર્યક્રમ 
આગામી સોમવારે શાસ્ત્રીય સંગીત માણવા મળશે 

ઇશ્વરિયા શુક્રવાર તા. 21-09-2018
     લોકભારતી સણોસરા ખાતે આગામી સોમવારે રાત્રે સુખ્યાત સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટનો શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ માણવા મળશે. 
     આગામી સોમવારે તા.24ના રાત્રે 8-30 કલાકે લોકભારતી ગ્રામવિદ્યાપીઠના સારસ્વત  
ભવન ખાતે સુખ્યાત સંગીતકાર પદ્મશ્રી અને પદ્ધમભૂષણ તથા ગ્રેમી પુરસ્કાર વિજેતા એવા વિશ્વ વિખ્યાત શ્રી વિશ્વમોહન ભટ્ટનો શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ માણવા મળશે. 
     સંગીતકાર શ્રી વિશ્વ મોહનભટ્ટ ( ગિટાર ) મોહનવિણા વાદક તથા શોધક છે, જેઓને માણવા સંગીત રસિકોને - વિદ્યાર્થીઓને નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ નિમંત્રણ આપ્યું છે.