ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો
પર તા. ૯/૧૨ના ચૂંટણી યોજવામાં આવશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ની
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલે માહિતી આપી
ભાવનગર;બુધવાર;
ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલે આજે તા. ૨૫ના રોજ સાંજે ૧૭/૧૫થી ૧૮/૦૦ કલાક સુધી કલેકટર કચેરીના આયોજન સભાખંડ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવનગર જિલ્લામાં યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ ની માહિતી આપી જણાવ્યું હતું કે જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો પર તા. ૯/૧૨ના રોજ ચૂંટણી યોજવામાં આવશે. તા. ૧૮/૧૨ના રોજ મતગણતરી કરાશે. તા. ૨૦/૧૨ સુધીમા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આજથી જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થાય છે. જિલ્લાના ૭ પોલીંગ સ્ટેશન પર માત્ર મહિલા સ્ટાફ હશે.ચાલુ વર્ષે જિલ્લાના તમામ મતદાન મથકો પર વી. વી. પેટ નો ઉપયોગ કરાશે.નોટા નો વિકલ્પ પણ રાખવામા આવેલ છે. મતદાનના ૭ દિવસ પહેલા મતદારોને મતદાન માટેની સ્લીપ આપવામા આવશે.
જાહેરનામુ તા. ૧૪/૧૧ના રોજ પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારીપત્રો તા. ૨૧/૧૧ સુધી ભરી શકાશે. તા. ૨૨/૧૧ના રોજ આ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે. તા. ૨૪/૧૧ સુધીમા ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલે વિધાનસભા બેઠક અનુસાર મતદારોની વિગતો તેમજ જિલ્લાના કુલ મતદારોની વિગતો આપતા જણાવ્યુ હતું કે - ૯૯/- મહુવા વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૮૯૫૭/- પુરૂષ અને ૯૯૭૦૭/- સ્ત્રી આમ કુલ ૨૦૮૬૬૪/- મતદારો, ૧૦૦/- તળાજા વિધાનસભા મત વિસ્તારમાં ૧૧૬૯૭૯/- પુરૂષ અને ૧૦૪૪૨૭/- સ્ત્રી આમ કુલ ૨૨૧૪૦૬/- મતદારો, ૧૦૧/- ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૬૯૪૦/- પુરૂષ અને ૯૬૬૦૬/- સ્ત્રી આમ કુલ ૨૦૩૫૪૬/- મતદારો, ૧૦૨/- પાલીતાણા વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૦૭૪૬/- પુરૂષ અને ૧૧૮૮૩૫/- સ્ત્રી આમ કુલ ૨૪૯૫૮૧/- મતદારો, ૧૦૩/- ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૫૪૩૪/- પુરૂષ અને ૧૨૨૮૨૧/- સ્ત્રી આમ કુલ ૨૫૮૨૫૫/- મતદારો, ૧૦૪/- ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૪૦૭૮/- પુરૂષ અને ૧૧૯૦૧૧/- સ્ત્રી તથા અન્ય ૦૩/- આમ કુલ ૨૪૩૦૯૨/- મતદારો, ૧૦૫/- ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૫૬૮૮/- પુરૂષ મતદારો અને ૧૧૫૫૯૪/- સ્ત્રી તથા અન્ય ૨૬/- આમ કુલ ૨૪૧૩૦૮/- મતદારો.. આમ જિલ્લામાં કુલ પુરૂષ મતદારો ૮૪૮૮૨૨/- અને કુલ સ્ત્રી મતદારો ૭૭૭૦૦૧/- તથા અન્ય મતદારો ૨૯/- આમ કુલ મતદારો ૧૬,૨૫,૮૫૨/- છે.
જિલ્લામાં પોલીંગ સ્ટેશન ૧૮૨૨/- અને બી. એલ. ઓ. પણ ૧૮૨૨/- છે. તેમજ તમામ મતદારોને એપીક કાર્ડ અપાયા છે. જિલ્લાના કોઈપણ મતદાર તેમનું નામ મતદારયાદીમાં છે કે કેમ તેની ચકાસણી કરવા ઓનલાઈન વેબસાઈટ http://www.ceo.gujarat.gov.in પર, કચેરીના કામકાજના દિવસોએ હેલ્પ લાઈન નં. ૧૯૫૦/- પર તેમજ SMS દ્વારા epic < space > < your voter ID Number ટાઈપ કરી મોબાઈલ નં. ૮૫૧૧૧૯૯૮૯૯ પર વિગતો મોકલી જાણકારી મેળવી શકશે. ઓફલાઈન માટે બુથ લેવલ ઓફીસર પાસે(જે તે ભાગ પુરતી) , મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીએ, સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરીએ તથા કલેકટર કચેરીની ચુંટણી શાખા ખાતેથી જરૂરી વિગતો મેળવી શકાશે.
તદારયાદી સતત સુધારણા કાર્યક્રમ હેઠળ વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી-૨૦૧૭ના ઉમેદવારીપત્રો રજુ કરવાની છેલ્લી તારીખના દસ દિવસ પહેલા સુધીમા મતદારો તરફથી નામ નોંધાવા, સુધારો કરવા, તથા સ્થાન ફેરબદલી કરવા માટે નિયત નમુનાની ફોર્મ નં ૬,૮,૮કની અરજીઓ સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા સ્વિકારાશે અને જરૂરી કાર્યવાહી કરાશે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કર, નાયબ માહિતી નિયામકશ્રી એસ. એમ. બુંબડીયા, ચૂંટણી શાખાના નાયબ મામલતદારશ્રી કાકલોતર, શ્રી ફટાણીયા, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.