related topics
ઇશ્વરિયા,રવિવાર તા.૧૮/૧૨/૨૦૧૬
સરકાર શ્રી દ્વારા આધાર ઓળખપત્રની સઘન ઝુંબેશમાં ઇશ્વરિયા ગામે લગભગ તમામ વ્યક્તિઓને આવરી લેવાઈ છે.વહીવટી તંત્રના આયોજન તળે ઇશ્વરિયા ગામમાં બાકી વ્યક્તિઓ માટે આધાર ઓળખપત્ર નોંધણી થઇ છે.રવિવારે યોજાયેલ આ કામગીરીમાં કાર્યકર્તા શ્રી મુકેશ ત્રિવેદીએ જહેમત ઉઠાવી છે.સરપંચ શ્રી મુકેશ પંડિતે ગામમાં નોંધણી ની વ્યવસ્થા થતા તંત્રવાહકોનો આભાર માન્યો છે.