ભાવનગરના ચલાળિયા પરિવાર દ્વારા
રૂઢિગત રિવાજોના ખર્ચ ના કરી ટીમ્બી દવાખાનાને રૂપિયા બે લાખ એકાવન હજાર દાન
ઈશ્વરિયા શુક્રવાર
સમાજના રૂઢિગત રિવાજોના ખર્ચ ના કરી તેના બદલે માનવ જીવન સંસ્થા માટે દાન આપી ભાવનગરના ચલાળિયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ માતાને ખરી અંજલિ આપી છે. આ પરિવાર દ્વારા ટીમ્બી દવાખાનાને રૂપિયા બે લાખ એકાવન હાજર દાન કરાયું છે.
આપણે ત્યાં મૃતક પાછળ ઉત્તરક્રિયા સાથે મૂંઢકણાં, લ્હાણાં વગેરે પરંપરાગત વિધિ ખર્ચ કરતા હોઈએ છીએ પરંતુ આ પરિવારે સમાજને રાહ ચિંધ્યો છે.
ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં મુખ્ય પ્રબંધક તરીકે રહેલા શ્રી નિલેશભાઈચલાળિયાના માતુશ્રી લીલાબેન સ્વર્ગવાસી થતા રૂઢિગત ખર્ચ કરવાના બદલે દર્દી માટે આવી રકમ વાપરવા નક્કી કરતા ટીમ્બી ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનાને દાન અર્પણ કરેલ. સ્વર્ગસ્થ લીલાબેનના પૌત્ર ઋષિભાઈ ચલાળિયાના હસ્તે આ સેવા સંસ્થાના શ્રી બાબુભાઇ રાજપરાને આ દવાખાના માટે રૂપિયા બે લાખ એકાવન હજાર દાન અર્પણ કર્યું છે.