બગદાણામાં બજરંદાસબાપાના ધામમાં ગુરુપૂનમ પર્વે ભાવિકોની ભીડ
'બાપા સીતારામ' નાદ સાથે ભજન, ભક્તિ અને ભોજન પ્રસાદનો લાભ
બગદાણા મંગળવાર 16-07-2019
ગોહિલવાડના સુપ્રસિદ્ધ ગુરુસ્થાન બગદાણામાં શ્રી બજરંગદાસબાપાના ધામમાં ગુરુપૂનમ પર્વે ભાવિકોની હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટી હતી. 'બાપા સીતારામ' નાદ સાથે ભજન, ભક્તિ અને ભોજન પ્રસાદનો લાભ સૌએ લીધો.
આજે ગુરુ પૂનમ પ્રસંગે દરેક ગુરુ સ્થાનકો પર સેવકો શિષ્યો પૂજન દર્શન માટે ઉમટ્યા હતા, જેમાં ગોહિલવાડના સુપ્રસિદ્ધ શ્રી બજરંગદાસબાપાના ધામમાં ગત રાત્રિથી જ ભાવિક દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા, જેમના ઘણા દૂર-સુદૂરથી પગપાળા પણ આવ્યા હતા.
ગુરુપૂનમનીની પૂર્વ સંધ્યાએ ગુરુ આશ્રમ ખાતે ધર્મસભા મળી હતી. અહીંયા મંદિરના કાર્યકર્તા અગ્રણીઓ અને સવયંસેવકો જોડાયા હતા. વહેલી સવારે ભક્તજનોની ભારે ભીડ સાથે મંગળા આરતી થયા બાદ ધ્વજ પૂજન અને ધ્વજ દંડ આરોહણ વિધિ બાદ ગુરૂપુજન વવિધિ થયેલ, જેમાં બગદાણા કેન્દ્રવર્તી શાળાની વિદ્યાર્થીની બાળાઓઈ હતી.. સામેલ થઈ હતી.
હૈયે હૈયું દળાય તેવી ભીડઅહીં ગુરુપૂર્ણિમા પ્રસંગે ઉમટી હતી. 'બાપા સીતારામ' નાદ સાથે ભજન, ભક્તિ અને ભોજન પ્રસાદનો લાભ સૌએ લીધો.
ઉલ્લેખનિય છે કે, ગુરુ આશ્રમ બગદાણાના સ્વયંસેવકો ખુબ સ્વયંશિસ્ત અને તાલીમ સાથે ઘડાયેલા રહ્યા છે. આ સ્વયંસેવક કાર્યકરોની મોટી ટુકડીઓ દ્વારા ભોજનશાળામાં તમામ યાત્રિકોને પંગતમાં બેસાડીને ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ. અહીં સંત શ્રી બજરંગદાસ બાપા માધ્યમિક માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બહેનો માટે પીરસવાની સેવા થઈ હતી.
યાત્રિકોના ધસારાને પહોંચી વળવા ઈ તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. વિશેષ બસ મુકવામાં આવી હતી.તેમજ પૂરતો પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.
તસવીર અહેવાલ : હરેશ જોશી ( કુંઢેલી )