ભાવનગર જિલ્લા રેશનશોપ એસો.

ભાવનગર જિલ્લા રેશનશોપ એસો. દ્વારા

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ

ભાવનગર જિલ્લાના નવ નિયુક્ત ધારાસભ્યોનું સન્માન

. ભાવનગર 

            તા. ૨જી ફેબ્રુઆરીના રોજ સવારે ભાવનગર જિલ્લા રેશનશોપ એસો. દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા,પ્રદેશ ભા. જ. પ. પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી તેમજ જિલ્લાના નવ નિયુક્ત ધારાસભ્યોનું સત્કાર સમારોહમાં ફૂલનો હાર પહેરાવી શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયુ  હતુ

           આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને મંત્રીશ્રી રાદડીયાએ સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે રાજ્યના રેશનશોપ એસો. ના પ્રમુખશ્રી પ્રહલાદભાઈ મોદી દ્વારા રેશનશોપ ધારકોના પ્રશ્નો રજુ કરવામાં આવતા હોય છે હાલ રાજ્યમાં ૧૭ હજારથી વધારે રેશનશોપ ચાલે છે જેના દ્વારા ૩.૮૨ કરોડ લોકોને પુરતો પૂરવઠો આપવામાં આવે છે. કેરોસીન વિતરણમાં કમીશન વધારી અપાયુ છે કેટલીક જગ્યાએ તા. ૧ થી ૩ સુધી રેશનશોપ ખુલ્લી રહેતી નથી તે દુ:ખની વાત છે પૂરવઠા વિતરણ વ્યવસ્થા સુધારવા તથા ગરીબોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર તમામ પ્રકારે આગળ વધશે રાજ્યના દરેક તાલુકા દીઠ એક ગોડાઉન બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે. રાજ્યના રેશનશોપ ધારકોના પ્રશ્નો બાબતે ચોક્કસ દિશામાં ઉકેલ લાવવાનો પ્રયાસ થશે.

             પ્રદેશ ભા. જ. પ. પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રશ્નો તે સતત ચાલતી પ્રક્રિયા છે પ્રશ્નોના ઉકેલ માટે સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે આદર્શ સમાજની રચના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

             ગુજરાત રાજ્ય રેશનશોપ એસો.ના પ્રમુખશ્રી પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશના કેરાલા રાજ્યની સરકાર ૩૫૦ રેશનકાર્ડ ધરાવતા રેશનશોપ ધારકોને પ્રતિ મહિને કમીશન થકી રૂપિયા ૧૬૫૦૦/- આપે છે રાજ્ય સરકાર કેરાલાની પદ્ધતિથી આગળ વધે તે જરૂરી છે.

            આ પ્રસંગે રાજ્યના અન્ય જિલ્લાના રેશનશોપ એસો. ના હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી કનુભાઈ બારૈયા તથા શ્રી પ્રવિણભાઈ મારૂ અને શ્રી હરૂભાઈ ગોંડલીયા, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી ધોળીયા, શ્રી પ્રકાશભાઈ બોસમીયા, શ્રી અશોકભાઈ બોસમીયા, શ્રી મકાબાપુ,  શ્રી રાજભા ગોહિલ તથા રેશનશોપ એસો.ના પ્રમુખો, રેશનશોપ ધારકો સહિત આમંત્રિતો હાજર રહ્યા હતા.

.