ચોગઠમાં ભારતીય સંસ્કૃતિ મુજબ ભાતીગળ કલા પ્રદર્શન યોજવામાં આવ્યું
વિદ્યાર્થીઓએ રસ પૂર્વક નિહાળેલ પ્રદર્શન
ચોગઠ
સરકારી હાઇસ્કુલ ચોગઠમાં આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ભાતીગળ કલા પ્રદર્શન યોજવામાં આવ્યું. વિદ્યાર્થીઓ એ આ પ્રદર્શન રસ પૂર્વક નિહાળેલ.
માટીકલા, ભરત ગુંથણ, વણાટ કલા,જડતર કામ,મીના કારીગરી, કાષ્ઠ કલા, હીરા મોતીની સામગ્રી, અલંકારો, આભૂષણો, સંગીત સાધનો વગેરે જેવી કુલ 300 આસપાસ સાધન સામગ્રીનું આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ભાતીગળ કલા પ્રદર્શન યોજવામાં આવ્યું જે આપણને સાંસ્કૃતિક કલાના વારસા સ્વરૂપે આ બધી કલાઓ મળેલી છે તેમને સાચવી રાખવા અને તેનું જતન કરવા આ કાર્યક્રમ યોજવા આવ્યું.
સરકારી હાઇસ્કુલ ચોગઠમાં શિક્ષક શ્રી જયપાલસિંહ ચુડાસમાનામાર્ગદર્શન સાથે યોજાયેલા પ્રદર્શન શાળાના વિદ્યાર્થીઓ, શાળા પરિવાર તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રસ પૂર્વક નિહાળેલ. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી હિતેશભાઈ દવે રહ્યા હતાં..