વિકળિયા ગામે પ્રેરણા પ્રવાસ

વિકળિયા ગામે એકતાથી થયેલા વિકાસ કામોથી પ્રેરણા મળે છે

આગાખાન સંસ્થા દ્વારા યોજાયેલ પ્રેરણા પ્રવાસ

 

વિકળિયા શનિવાર તા.૧૭-૧૨-૨૦૧૬

          વિકળિયા ગામે એકતાથી થયેલા વિકાસ કામોથી પ્રેરણા મળે છે, આવો પ્રતિભાવ આગાખાન સંસ્થા દ્વારા યોજાયેલ પ્રેરણાપ્રવાસના મુલાકાતીઓએ આપ્યો.

     ગઢડા તાલુકાનું વિકળિયા ગામ જળસંગ્રહ તેમજ ગ્રામવિકાસ માટે સુંદર ઉદાહરણ બન્યું છે. ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમના અધ્યક્ષ શ્રી બાબુભાઈ ઝેબલિયા દ્વારા દત્તક લેવાયેલ આ ગામમાં મહુવા પંથકમાં ગ્રામ વિકાસ ક્ષેત્રે કાર્યરત આગાખાન એજન્સી ફોર હેબીટાટ ઇન્ડિયા અંતર્ગત તલાટીમંત્રી તથા કાર્યકર્તાઓનો પ્રેરણા પ્રવાસ યોજાઈ ગયો.

     આગાખાન સંસ્થાના યોજના અધિકારી શ્રી દશરથભાઈ બારૈયા સાથે શ્રી યોગેશભાઈ દવેના સંકલનથી અહી સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે થયેલ વિકાસ કામોથી સૌને માહિતગાર કરાવ્યા હતા, જેમાં કાર્યકર્તા શ્રી દીપકભાઈ પંડિતે વિગતો પૂરી પાડી  હતી. આથી વિકળિયા ગામે એકતાથી થયેલા વિકાસ કામોથી પ્રેરણા મળે છે. આવો પ્રતિભાવ મુલાકાતીઓએ આપ્યો.

    શુક્રવારે આ આયોજનમાં શ્રી ધર્મેશભાઈ વાઢીયા ,શ્રી જયેશભાઈ ભેડા ,શ્રી ભાવસિંહ ગોહિલ વગેરે રહ્યા હતા.વિકળિયાના કાર્યકર્તા ગ્રામજનો સાથે પણ સુંદર વાતચિત  થવા પામી હતી. મહુવા પંથક ના લગભગ ૧૫ ગામોના પ્રતિનિધિ ઓ જોડાયા હતા.