ઈશ્વરિયામાં દિવ્યાંગ મતદારો

ઈશ્વરિયામાં દિવ્યાંગ મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું

ઈશ્વરિયા શનિવાર તા.૯/૧૨/૨૦૧૭

    વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં આજે ઈશ્વરિયામાં દિવ્યાંગ મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું છે.

   સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામના મતદાન મથકો પર મતદારો પોતાના અધિકારનો લાભ લઇ રહ્યા હતા, ત્યારે આજે દિવ્યાંગ મતદારો શ્રી પરેશગીરિ ગોસ્વામી, શ્રી કિશોરભાઈ વાઘેલા તથા શ્રી કંચનબેન સોલંકીએ ઉત્સાહ સાથે મતદાન કર્યું છે.

   વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં આજે ઈશ્વરિયા ગામના બે તથા ઈશ્વરપુર વિસ્તારના એક મળી ત્રણ મતદાન મથકમાં શાંતિપૂર્ણ મતદાન સંમ્પન્ન થયું છે.