નાની બોરુ ગામે મુસ્લિમ શ્રધ્ધાળુએ
શ્રીમદ ભાગવત કથા યોજી
શ્રી વિશ્વાનંદમયી દેવી દ્વારા કથામૃત પણ કરાવાયું
ઈશ્વરિયા
નાની બોરુ ગામે એક મુસ્લિમ શ્રદ્ધાળુએ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા યોજી, અહીં શ્રી વિશ્વાનંદમયી દેવી દ્વારા કથામૃત પણ કરાવાયું.
ગુરુવાર તા. 22થી બુધવાર તા.28 દરમિયાન નાની બોરુ ગામે એક મુસ્લિમ શ્રદ્ધાળુ કે જેઓએ અલગ અલગ સ્થાનો પાર 15 જેટલા મંદિરોનું નિર્માણ કરેલું છે તે શ્રી હબીબભાઇ હાલાણીએ ગામના સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા યોજી અને ગામમાં ધાર્મિક સામાજિક એકતા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અહીં શ્રી વિશ્વનાંદમયી દેવી ( શિવકુંજ આશ્રમ - જાળિયા ) દ્વારા વિવિધ પ્રસંગોની ભક્તિભાવ સાથે ઉજવણી કરીને ભાગવત કથામૃત પાન કરાવ્યું. ગામના તમામ જ્ઞાતિ જાતિના આગેવાનો સહિત આજુબાજુના ગામોના શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.