વાવાઝોડા તકેદારી રૂપે ભાવનગર જિલ્લામાં બુધવાર અને ગુરુવારે આંગણવાડી અને શાળાઓમાં શૈક્ષણિક કાર્યમાં રજા
શિક્ષકો કર્મચારીઓએ હાજર રહેવાનું છે.
ઈશ્વરિયા
સૌરાષ્ટ્ર દરિયા કિનારે આવી રહેલા સંભવિત 'યુવા' ચક્રવાત વાવાઝોડા સંદર્ભે તકેદારી રૂપે ભાવનગર જિલ્લામાં આંગણવાડી અને શાળાઓમાં શૈક્ષણિક કાર્યમાં રજા જાહેર કરવામાં આવી છે, જોકે શિક્ષકો કર્મચારીઓએ હાજર રહેવાનું છે.
છેલ્લા બે દિવસથી પશ્ચિમ દક્ષિણ ભારત વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલા તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારા નજીક વેરાવળ પાસે પહોંચેલા 'યુવા' ચક્રવાતની ભાવનગર જિલ્લાને સંભવિત અસર સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આજે જિલ્લા સમાહર્તા શ્રી હર્ષદ પટેલે જણાવ્યા મુજબ આ વાવાજોડા સંદર્ભે તકેદારી રૂપે બુધવાર અને ગુરુવારે તારીખ 12 અને 13 એંમ બે દિવસ ભાવનગર જિલ્લામાં આંગણવાડી અને શાળાઓમાં શૈક્ષણિક કાર્યમાં રજા જાહેર કરવામાં આવી છે, જો કે શિક્ષકો કર્મચારીઓએ હાજર રહેવાનું છે, તેમ સ્પષ્ટતા કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ સરકારી, રાષ્ટ્રીય માધ્યમિક શાળા અભિયાન, અનુદાન અને બિન-અનુદાન, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ માટે આ અંગે આદેશ જાહેર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, આ વાવાઝોડા સંદર્ભે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના તેમજ અન્ય જિલ્લાઓમાં પણ આ આદેશ થયા છે.