શિવકુંજ આશ્રમ જાળિયા શિવરાત્રી પૂજન

માં ભોમ માટે પ્રાણ આપનારનું
કલ્યાણ હોય જ : શ્રી વિશ્વાનંદમયી 

શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શિવરાત્રી પૂજન શહિદોને સમર્પિત 

જાળિયા 
     શ્રી શિવકુંજ આશ્રમ - જાળિયા ખાતે મહાશિવરાત્રી પૂજન શહિદોને સમર્પિત કરતા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ કહ્યું કે, માં ભોમ માટે પ્રાણ આપનારનું કલ્યાણ હોય જ. અહીં યજ્ઞ સાથે શ્રદ્ધાંજલિ બેઠક યોજાઈ હતી.
     રાષ્ટ્રની સરહદ પર ફરજ બજાવતા સૈનિકો પર થયેલા હુમલાથી શહિદોને અંજલિ આપવા શ્રી શિવકુંજ આશ્રમ - જાળિયા ખાતે મહા શિવરાત્રી પૂજન - યજ્ઞ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે શ્રી વિશ્વાનંદમયી માતાજીએ કહ્યું કે ખરો ધર્મ એ રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી થાય તે છે. વ્યક્તિગત પૂજા સાધના કરતાંયે સમાજ માટે થાય તે મહત્વનું છે. માં ભોમ માટે પોતાના પ્રાણ આપનારનું કલ્યાણ હોય જ.
     સોમવારે શિવરાત્રી પર્વે શ્રી અનંતભાઈ ઠાકર તથા ભૂદેવો દ્વારા યજ્ઞ યોજાયેલ, જે શહિદોને  અર્પણ કરાયેલ. 
     અહીં શ્રદ્ધાંજલિ બેઠકમાં શ્રી જગદીશભાઈ ભટ્ટ, શ્રી રતનસિંહ ગોહિલ તથા શ્રી નીતિનભાઈ માણિયા
 વગેરેએ શ્રદ્ધાંજલિ પાઠવતી વાતો કરી હતી. શ્રી રામશંગભાઈ સોલંકી તથા શ્રી પ્રાગજીભાઈ પટેલ સાથે આજુબાજુના ગામોમાંથી સેવકો કાર્યકર ભાઈઓ - બહેનો સામેલ થયા હતા. 
     શિવકુંજ આશ્રમ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિનાં ભાગ રૂપે ચકલી માળા તથા કુંડાનું વિતરણ કરાયું હતું.
     પ્રારંભે શ્રી દિપ્તીબેન વાઘેલાએ દેશભક્તિ ગાન રજૂ કર્યું હતું. સંચાલનમાં શ્રી મૂકેશકુમાર પંડિત રહેલ.