ભાવનગર કેદખાના ખાતે શિબિર

ભાવનગર જિલ્લા કેદખાના ખાતે 

સર્વ રોગ  નિદાન શિબિર યોજાઈ

ભાવનગર;સોમવાર

ભાવનગર જિલ્લા કેદખાના ખાતે સર્વરોગ નિદાન શિબિરમાં કુલ ૨૫૭ બંદિવાન ભાઈઓ/બહેનો તેમજ ૭ જેટલા કેદખાના કર્મચારીઓની તબીબી તપાસ કરવામાં આવી,

  ભાવનગરની સર. ટી. હોસ્પિટલ,ઈન્ડીયન મેડીકલ એસોસીએશન, સરકારી મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લા કેદના બંદિવાન ભાઈઓ, બહેનો અને કેદખાના કર્મચારીઓ માટે  સર્વરોગ નિદાન શિબિર તા. ૨૬ના રોજ   યોજાઈ. સવારે ૧૦/૦૦ કલાકથી ૧૩/૦૦ કલાક સુધી  સર્વરોગ નિદાન શિબિરમાં કુલ ૨૫૭ બંદિવાન ભાઈઓ/બહેનો તેમજ ૭ જેટલા કેદખાના કર્મચારીઓની તબીબી તપાસ કરવામાં આવી, જરૂરી સલાહ અને દવા અપાઈ હતી. આ શિબિરમાં હાડકા, માનસીક, , ચામડી, આંખ, કાન-નાક ગળા તથા જાતિય  વિભાગના તજજ્ઞોએ સેવા આપી હતી, તેમ કાર્યકારી અધિક્ષક જિલ્લાકેદ, ભાવનગર દ્વારા જણાવાયુ છે.

આ સર્વરોગ નિદાન શિબિર સફળ બનાવવા માટે તબીબો શ્રી ત્રિપાઠી, શ્રી કાનાણી, શ્રી કેતન પટેલ, શ્રી સમીર શાહ, શ્રી કશ્યપ દવે સહિત જિલ્લા  કેદ પ્રશાસન દ્વારાજહેમત ઉઠાવવામા આવી હતી.