ભાવનગર જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ દ્વારા
તમાકુથી થતાં નુકસાન અંતર્ગત જાગૃતિ હેતુ વિવિધ શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ
ભાવનગર શનિવાર
તમાકુથી થતાં નુકસાન અંતર્ગત જાગૃતિ હેતુ ભાવનગર જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ દ્વારા વિવિધ શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ તથા શિક્ષકશ્રીઓએ રસપુર્વક માર્ગદર્શન કાર્યક્રમ માણેલ. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને ઈનામો પણ આપવામાં આવેલ.
તમાકુ નિયંત્રણ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ભાવનગરના જણાવ્યા અનુસાર તમાકુથી થતાં નુકસાન અંગે તા.૦૪/૧૨/૨૦૧૭ના રોજ માલપરા પ્રાથમિક શાળા, માલપરા તા. પાલીતાણા ખાતે, .તા.૦૫/૧૨/૨૦૧૭ના રોજ મદ્રેસા શાળા, બીલા તા. જેસર ખાતે અને તા.૦૭/૧૨/૨૦૧૭ના રોજ સોનગઢ કેન્દ્રવર્તી શાળા, સોનગઢ કન્યા શાળા, સોનગઢ મફતપરા પ્લોટ શાળા, સોનગઢ સ્ટેશન શાળા, સોનગઢ તા. શિહોર ખાતે તમાકુથી થતાં નુકશાન અંગે વિદ્યાર્થીગણ તેમજ શિક્ષકગણમાં માર્ગદર્શન તેમજ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ. વિદ્યાર્થીઓએ તથા શિક્ષકશ્રીઓએ રસપુર્વક માર્ગદર્શન કાર્યક્રમ માણેલ. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને ઈનામો પણ આપવામાં આવેલ.