આદર્શ પ્રવેશદ્વાર હોવાથી આદર્શ ગામ હોવાની છાપ સ્પષ્ટ થાય છે : સાંસદશ્રી ભારતીબેન શિયાળ
જાળિયા ગામે સવાણી પરિવારના સૌજન્યથી
નિર્માણ થનાર પ્રવેશદ્વાર ખાતમુહૂર્ત
ઈશ્વરિયા
જાળિયા ગામે સવાણી પરિવારના સૌજન્યથી નિર્માણ થનાર પ્રવેશદ્વારના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ શ્રી ભારતીબેન શિયાળે કહ્યું કે, આદર્શ પ્રવેશદ્વાર હોવાથી આદર્શગામ હોવાની છાપ સ્પષ્ટ થાય છે.અહીં શ્રી વિશ્વાનંદજી માતાજી તથા અગ્રણીઓ જોડાયા હતા
સ્વર્ગસ્થ ઇન્દુબેન ત્રિકમભાઇ સવાણીના સ્મરણાર્થે તેમના પુત્રો શ્રી રાજુભાઈ સવાણી તથા શ્રી કેતનભાઈ સવાણી દ્વારા વતનના ગામ જાળિયામાં સુંદર પ્રવેશદ્વાર નિર્માણ કરનાર છે. આ માટે ગુરુવારે ખાતમુહૂર્તવિધિ યોજાઈ ગઈ.
અહીં પ્રવેશદ્વાર ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ શ્રી ભારતીબેન શિયાળે સવાણી પરિવારના દાનને બિરદાવી કહ્યું કે આદર્શ પ્રવેશદ્વાર હોવાથી આદર્શ ગામ હોવાની છાપ સ્પષ્ટ થાય છે. તેમને પ્રધાનમંત્રીએ ગામડા ભાંગે નહી તે માટે ગ્રામવિકાસ યોજનાની ખેવના રાખી હોવાનું ઉમેર્યું.
શ્રી શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદજી માતાજીની પ્રેરક ઉપસ્થિતિ સાથે સરપંચ શ્રી નીતિનભાઈ માણિયાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. આભારવિધિ શ્રી નંદલાલ જાનીએ દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શ્રી ધીરુભાઈ શિયાળ તથા શ્રી નીતાબેન માંડવિયાની ઉપસ્થિતિ સાથે સાંસદ શ્રીના હસ્તે દાતા પરિવારના શ્રી ત્રિકમભાઇ સવાણી સભ્યોનું અભિવાદન કરાયું હતું. અહીં શ્રી ગણેશભાઈ વિરાણી, શ્રી મગનભાઈ વિરાણી અને ગ્રામજનો કાર્યકરો અગ્રણી ઓ જોડાયા હતા. સૌએ સવાણી પરિવારના સૌજન્યથી નિર્માણ થનાર પ્રવેશદ્વાર ખાતમુહૂર્ત પ્રસંગને બિરદાવ્યો હતો.