ખેડુતોએ ખરીદીમાં કાળજી

ખેડુતોએ રાસાયણીક ખાતર તથા બિયારણ ખરીદીમાં જરુરી કાળજી

 ભાવનગર;સોમવાર. 

          આગામી ચોમાસુ સીઝનમા ખેડુતો દ્રારા રાસાયણીક ખાતર તથા બિયારણની ખરીદી ચાલુ થનાર છે ત્યારે આગામી વર્ષમાં ઉત્પાદન સારુ મળે તે સારુ ખેડુત મિત્રો એ અત્યારથી જ તૈયારી ચાલુ કરવી પડશે તે માટે સૌ પ્રથમ જરુરી છે સારા સર્ટીફાઈડ કે સરકાર દ્રારા માન્યતા પ્રાપ્ત બીયારણ ની પસંદગી.. જો બિયારણ ની પસંદગી માં ખેડુત થાપ ખાય જાય તો આખુ વર્ષ નુકશાની નુ જાય છે આથી બિયારણ હમેશા ખેડૂત મિત્રોએ સારી ગુણવત્તા વાળુ, આજુ બાજુ ના વિસ્તારમાં સારા પરીણામો મળ્યા હોય  તેવુ  જાણીતુ તથા જોયેલુ હોય તેવુ જમીન ને અનુરુપ વહેલી..મધ્યમ કે મોડી જાત..તથા પાણીની સગવડતા મુજબનુ જ  સારી કંપનીનુ.. સારા અને વિશ્વાસુ ડીલર પાસેથી બીલ થી જ  ખરીદવુ જોઇયે જેથી ડુપ્લીકેટ બિયારણની શક્યતા નિવારી શકાય,  બિયારણ સગા-સબંધી કે ફેરીયા કે વચેટીયા પાસેથી બીલ વગર ક્યારેય ખરીદ ન કરવુ જેથી છેતરપીંડી નો ભોગ બનવાનો વારો ન આવે ..

        આજ રીતે રાસાયણીક ખાતર કે  ઓર્ગેનીક ખાતર ની ખરીદી માં પણ સાવધાની રાખવી જરુરી છે.. હવે સબસીડી વાળા ખાતર આધાર કાર્ડ તથા ફિંગર પ્રીંટ સિવાય મળતા નથી. જેથી હમેશા જ્યા પી.ઓ.એસ મશિન ની સુવિધા હોય તેવા સરકાર માન્ય ડીલરો પાસેથી બીલથી જ ખરીદી કરવી જોઇયે.. થેલી પર “ખાતર”  “ઉર્વરક” કે “ ફર્ટીલાઇઝર” શબ્દ લખેલો હોવો જોઇયે, “જમીન સુધારકો” ના નામે વેચાતી પ્રોડક્ટ ખાતર હોતી નથી  આથી આવી કંપની તથા ખાતર ના ભળતા નામે વેચાતી પ્રોડક્ટ  ક્યારેય ખરીદ કરવી  જોઇએ નહી, ખાતર ને નામે થતો આવો વેપાર બીન જામીન પાત્ર ગુનો છે આથી આ બાબતે  તાત્કાલીક ખેતીવાડી ખાતા ને જાણ કરવી જેમ નાયબ ખેતી નિયામક ભાવનગરની યાદીમાં જણાવેલ છે