કૃષ્ણપરા ગામે પ્રવેશદ્વાર લોકાર્પણ

સારું કામ કરનારને ટેકો આપવા

કેન્દ્રિય મંત્રી શ્રી રૂપાલાની ટકોર

કૃષ્ણપરા ગામે ગોટી પરિવાર દ્વારા પ્રવેશદ્વાર લોકાર્પણ

સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિ

ઈશ્વરિયા

     સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે ગોટી પરિવાર દ્વારા નિર્માણ કરાવાયેલ પ્રવેશદ્વાર લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ સારું કામ કરનારને ટેકો આપવા ટકોર કરી.અહીં સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને અગ્રણીઓનીઉપસ્થિતિ રહી હતી.

      શ્રી જસમતભાઈ ગો ટી પરિવાર દ્વારા કૃષ્ણપરા ગામના પ્રવેશ પર શ્રી કાશીબા જસમતભાઈ ગોટીના સ્મર્ણાર્થે નિર્માણ કરાયેલ પ્રવેશદ્વાર લોકાર્પણનો કાર્યક્રમ ભાઈબીજ પર્વે યોજાયો, જે સાથે શ્રી યમુનાજી લોટી ખોલવાનો મનોરથ સંપન્ન કરાયો હતો

      સણોસરા પાસેના નાનકડા કૃષ્ણપરા ગામે ઓચિંતા જ અતિથિ વિશેષ બનેલા કેન્દ્રીય કૃષિ - પંચાયતીરાજમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ગામના સંપ સહયોગ પર ભાર મૂકી ભાગવતના ગોવર્ધન પ્રસંગનો ઉલ્લેખ કરી સારું કામ કરનારને ટેકો આપવા ટકોર કરી હતી. આ સાથે જ અહીં ઉપસ્થિત બહેનોને આજે ભાઈબીજ બાદ હવે આગામી રક્ષાબંધન પર્વે પોતાના ભાઈ પાસે વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવરાવવા શીખ આપી.
      
       ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ ગામના પ્રવેશદ્વાર નિર્માણ સાથે કાયમી સદભાવ ટકી રહે તેવી કામના વ્યક્ત કરી.અગાઉ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીએ કૃષ્ણપરા ગામની એક્તાને બિરદાવી ગોટી પરિવારને અભિનંદન આપ્યા હતા.
 
      સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, શ્રી ધીરૂભાઇ શીયાળ તથા અગ્રણીઓની અહીં ઉપસ્થિતિ રહી હતી.
 
      શ્રી ઠાકરશીભાઈ ગોટી તથા શ્રી કેશવભાઈ ગોટી એ સૌ મહેમાનોને આવકાર્યા હતા.પ્રવેશદ્વાર નિર્માણનો સંકલ્પ કરનારદાતા શ્રી દેવરાજ ભાઈ ગોટીનું શ્રી તુલસીભાઈ બોરડા દ્વારા અભિવાદન કરાયું હતું. કાર્યક્રમ સંચાલનમાં શ્રી રાજુભાઇ રીબડીયા રહ્યા હતા. 
 
     લોકાર્પણની આગલી સાંજે બેસતા વર્ષે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાઈબીજ પર્વે લોકાર્પણ સાથે ગામધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ યોજાયેલ..