આંબલા : બૂનિયાદી શિક્ષણના હિમાયતી
શ્રી અનિલભાઈ ભટ્ટનું અવસાન
ઈશ્વરિયા ગુરુવાર તા.11-07-2019
બૂનિયાદી શિક્ષણના ચૂસ્ત અને સફળ હિમાયતી શ્રી અનિલભાઈ ભટ્ટનું આંબલા ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અને ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારના મોભી રહેલા શ્રી અનિલભાઈ ભટ્ટ નઈ તાલીમ બૂનિયાદી શિક્ષણના ચૂસ્ત અને સફળ હિમાયતી રહ્યા. શિક્ષક તરીકેના વલણ સાથે વિવિધ હોદ્દાઓમાં રહ્યા.
છેલ્લા થોડા સમયથી કથળેલા સ્વાસ્થ્યમાં પણ ગ્રામવિકાસ, સંસ્થા અને શિક્ષણ તેમના લઢણમાં જ રહેલા. વર્ષ 1930માં જન્મેલા શ્રી અનિલભાઈ ભટ્ટને બે પુત્રો શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ ( ઢેઢુકી) અને શ્રી મેહૂલભાઈ ભટ્ટ ( આંબલા) છે.
આજે બપોરે તેઓ વર્ષની ઉંમરે અવસાન પામ્યા. સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં શૈક્ષણિક અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેઓના અવસાનથી બૂનિયાદી શિક્ષણ માટે ખોટ પડી છે.