ખેતીવાડી ખાતાની યોજનાઓ અરજી કરી શકશે

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ

ખેડૂતો ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર
31 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે

ભાવનગર

ભાવનગર જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ માટે ચાલુ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ખેડૂતો ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર
31 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે

ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ જેવી કે ટ્રેક્ટર, રોટાવેટર, પાવર ટીલર, પંપસેટ, પાઇપલાઇન તેમજ તમામ પ્રકારના વાવણીયાં તેમજ હળ વિગેરે ઘટકો માટેની ચાલુ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ખેતીવાડી ખાતાની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા ‘આઇ-ખેડૂત’ પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) તા. 31-5-2019 સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ખેડૂત મિત્રોએ કરેલ ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તેમજ આધાર કાર્ડની નકલ તથા 7/12, 8-અ, બેંકની વિગત સાથે કેન્સલ કરેલ ચેક વગેરે સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે જમા કરાવવાનું તેમજ વધુ માહિતી માટે ફોન નંબર 0278 - 2420444 પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે.