સાંઢિડા પાસેનું નાળું

તીર્થસ્થાન સાંઢિડા પાસેનું આ નાળું
મોટી જાનહાનીની રાહ જુએ છે...?
પદાધિકારીઓ - અધિકારીઓ અહીંથી નીકળે છે પણ...

ઈશ્વરિયા   
     તીર્થસ્થાન સાંઢિડા મહાદેવ પાસેનું બેઠું નાળું મોટી જાનહાનીની રાહ જૂએ  છે...? પદાધિકારીઓ અને અધિકારીઓ અહીંથી નીકળે છે પણ... નિમ્ભર બનીને આંખ આડા કાન કરતા લાગે છે.
     સણોસરાથી ગારિયાધારના મુખ્ય માર્ગમાં વિસ્તૃતીકરણના સારા કામ કરાયા છતાં તીર્થ સ્થાન સાંઢિડા મહાદેવ પાસેનું બેઠું નાળું એમ જ રહ્યું છે. આ બેઠા નાળાની બંને બાજુ રસ્તો  વળાન્ક વાળો હોઈ વધુ જોખમી રહેલ છે. આ નાળું મોટી જાનહાનીની રાહ જુએ છે...? આથી પછી તંત્ર વાહકો તાબડતોબ કામ હાથ ધરી લેશે એવું હશે...?
     સેંકડો નાના -મોટા વાહનો અહીંથી નીકળે છે. કેટલાક નાના અકસ્માતો સર્જાયા જ છે. કેટલાયે પદાધિકારીઓ અને અધિકારીઓ અહીંથી નીકળે છે, પણ... આ બાબત ધ્યાન દેવાના બદલે નિમ્ભર બનીને આંખ આડા કાન કરતા લાગે છે. તંત્ર આ અંગે મોટું ઊંચું નાળું બનાવવા શા માટે કાર્યવાહી કરતું નથી તે સમજાતું નથી.