આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ વાર્ષિકોત્સવ

આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાનો મંગળવારે વાર્ષિકોત્સવ

ચિંતક- સાધક શ્રી ભાણદેવજી વ્યાખ્યાન આપશે

ઇશ્વરિયા, મંગળવાર તા.૨ - ૧ - ૨૦૧૮

      ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાનો વાર્ષિકોત્સવ આંબલા ખાતે મંગળવારે યોજાશે. આ પ્રસંગે ચિંતક-સાધક શ્રી ભાણદેવજી વ્યાખ્યાન આપશે.

      લોકશિક્ષણ કેળવણીના કાર્યને વરેલી ગ્રામદક્ષિણામૂર્તિ ( આંબલા તથા મણાર ) સંસ્થાનો વાર્ષિકોત્સવ અને લોકશાળા ( આંબલા )ના વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન આગામી મંગળવારે આંબલા ખાતે યોજાશે.

    આ પ્રસંગે ચિંતક- સાધક શ્રી ભાણદેવજી ‘જીવન વિકાસ યાત્રા’ વિષય ઉપર વ્યાખ્યાન આપશે.

    સંસ્થાના નિયામક શ્રી સુરશંગભાઈ ચૌહાણ સાથે સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેના સંકલન વડે અહી મંગળવાર તા.૯ના સવારે વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન તથા બપોરે વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સંસ્થાના ઉપનિયામક શ્રી રાજેન્દ્રસિંહ વાળા તથા શ્રી મહેંદીભાઈ અભવાણી સાથે સંસ્થા પરિવાર વિદ્યાર્થીઓ તૈયારીમાં રહ્યા છે.