વડાપ્રધાનશ્રીનું ભાવનગરમાં આગમન થશે.

૨૨મી એ વડાપ્રધાનશ્રીનું ભાવનગરમાં આગમન થશે.

ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ તેમજ વિકાસ કામોનું લોકાર્પણ

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો.

ભાવનગર;મંગળવાર

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨૨મી ઓકટોબરના રોજ સવારે ૧૧/૦૦ કલાકે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા ખાતે ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ તેમજ જિલ્લાના અન્ય વિકાસ કામોનું લોકાર્પણ કરનાર છે

  વડાપ્રધાનશ્રી ભાવનગર જિલ્લામાં પધારનાર છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર તથા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  વડાપ્રધાનશ્રી મોદીના સ્વાગતની તૈયારી થઈ ગઈ છે. રાજ્યનાં મુખ્ય સચિવશ્રી જે. એન. સીંગ તથા પદાધિકારીઓ શ્રીકૈલાસનાથન મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી તથા શ્રી એમ. એસ. ડાગુર અધિક મુખ્ય સચિવશ્રી ગ્રુહ વિભાગ, ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. જિલ્લા વહિવટી તંત્ર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે તેની સમિક્ષા કરી હતી તથા સ્થળ પર મુલાકાત લીધી હતી.

  પદાધિકારીશ્રીઓએ ઘોઘા રો-રો ફેરીની સહેલગાહ કરી તમામ વિગતો મેળવી હતી આ સાથે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ વડાશ્રી મલ તથા વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.