મકરસંક્રાંતિ તહેવારના અનુસંધાને
ચાઈનીઝ તુક્કલ તથા ચાઈનીઝ લેન્ટર્ન ઉત્પાદન,
વેચાણ,ઉડાડવા સહિતની બાબતો પર પ્રતિબંધ
ભાવનગર સોમવાર
ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આર. પી. ચૌધરીએ એક જાહેરનામું જારી કરી ફરમાવેલ છે કે, તા. ૧૪/૦૧/૨૦૧૭ના રોજ મકરસંક્રાંતિ તહેવાર ઉજવવામાં આવનાર છે, આ તહેવાર દરમ્યાન શહેર તથા જિલ્લામાં લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પતંગો ઉડાવવામાં આવતા હોય છે આથી માણસો, પશુઓ, પક્ષીઓ ની સલામતી જળવાઈ રહે પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુસર, ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોઈએ પણ તા. ૨૫/૧૨/૨૦૧૬થી તા. ૨૫/૦૧/૨૦૧૭ સુધી પતંગ ઉડાડવા માટે ચાઈનીઝ તુક્કલ તથા ચાઈનીઝ લેન્ટર્નનું ઉત્પાદન,વેચાણ કરવું નહિ તથા ઉડાડવા નહીં તેમજ ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટીક દોરીનો ઉપયોગ કરવો નહિ. આ હુકમ/જાહેરનામાનો ભંગ કરનારને શિક્ષા થશે.
આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.