જાળિયા યજ્ઞ શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી

પાંચ મૂર્તિના અને પાંચ જાગતા 
દેવ છે : શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી 

શ્રી ઝીણારામ બાપુ અને સંતો દ્વારા જાળિયા યજ્ઞમાં આહુતિ

જાળિયા સોમવાર તા. 26-08-2019

પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવકુંજ આશ્રમ - જાળિયામાં યજ્ઞો ચાલી રહ્યા છે, તેમાં શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું કે પાંચ મૂર્તિના અને પાંચ જાગતા દેવ છે. શ્રી ઝીણારામબાપુ અને સંતો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી. 

શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં જાળિયા ખાતે શ્રી શિવકુંજ આશ્રમમાં ચાલતા યજ્ઞમાં ગયા સોમવારે જાણિતા કથાકાર શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીએ ઉદબોધન કરતા  જણાવ્યું  કે, પાંચ દેવ મૂર્તિના અને પાંચ દેવ જાગતા દેવ છે. ગણપતિ, શીવ, વિષ્ણુ, સૂર્ય અને અંબા એ પાંચ મૂર્તિના દેવ છે, જયારે સૂર્ય, ચંદ્ર, પવન પાણી અને અગ્નિ એ પાંચ દેવ જાગતા દેવ છે.

અહીં શ્રી ઝીણારામ બાપુએ સૌ ભાવિકોને યજ્ઞ જેવા  ઉત્સવોમાંથી શીખ લેવા તથા પોતાના ગામના મંદિરોમાં દર્શન માટે કાયમ જવા ટકોર કરી.

પવિત્ર શ્રાવણ માસમાં અહીં વિવિધ યજ્ઞો યોજાયા છે, જેમાં સંતો, મહંતો, મહાનુભાવો ભાવપૂર્વક દર્શન લાભ લઈ રહ્યા છે.