ભાવનગર લોકસભા બેઠક ઉમેદવારીપત્રોની ચકાસણી

ભાવનગર લોકસભા બેઠક

ઉમેદવારીપત્રોની ચકાસણીના અંતે 14 માન્ય

5 ઉમેદવારીપત્રો નામંજૂર કરાયાં

ઉમેદવારીપત્રો આગામી તા.8 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે

ભાવનગર 

     આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને ભાવનગર લોકસભા બેઠક માટે 19 ઉમેદવારો દ્વારા તા.4/4/2019 સુધીમાં કુલ 33 ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ તમામ ઉમેદવારીપત્રોની આજે સવારે 11-00થી બપોરે 3-00 વાગ્યા સુધી ચકાસણી કરવામાં આવી હતી. જેના અંતે કુલ પાંચ ઉમેદવારીપત્રો નામંજૂર કરવામાં આવ્યાં હતાં.ઉમેદવારીપત્રો આગામી તા.8 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે.

      માન્ય રહેલાં ઉમેદવારીપત્રોમાં - મનહરભાઈ નાગજીભાઈ પટેલ(વસાણી)-ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ, ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજયકુમાર રામાભાઈ માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવસિંહ ભરતસિંહ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરતભાઈ કાનજીભાઈ સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધસિંહ હમીરસિંહ ઝાલા-અપક્ષ, અજયકુમાર રામરતનસિંહ ચૌહાણ(અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ-અપક્ષ, ચંદુભાઈ શામજીભાઈ ડાભી-અપક્ષ, સંજયભાઈ મગનભાઈ મકવાણા-અપક્ષ, બાબુલાલ વાલજીભાઈ મારુ-અપક્ષ, સાગરભાઈ ભૂરાભાઈ સીતાપરા-અપક્ષ, હરેશભાઈ બાબુભાઈ વેગડ-અપક્ષ – એ તમામ ઉમેદવારોનાં ઉમેદવારીપત્રો માન્ય રાખવામાં આવ્યાં હતાં.

     આ સિવાય દિલીપભાઈ અરજણભાઈ શેટા-ભારતીય જનતા પાર્ટી, પ્રવીણભાઈ જીણાભાઈ રાઠોડ-ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ, નાથાભાઈ બચુભાઈ વેગડ-આંબેડકરાઇટ પાર્ટી ઑફ ઇન્ડિયા, રફીકભાઈ મહમદભાઈ સૈયદ-અપક્ષ, મુકેશભાઈ રૂપસંગભાઈ ચૌહાણ-અપક્ષ- આ તમામ પાંચેય લોકોનાં ઉમેદવારીપત્રો નામંજૂર થયાં હતાં.

     માન્ય રહેલાં ઉમેદવારીપત્રો આગામી તા.8 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે. ત્યાર બાદ જાહેર થનારી અંતિમ યાદી અનુસારના ઉમેદવારો વચ્ચે ચૂંટણી માટે આગામી તા.23/4/2019ના રોજ મતદાન યોજાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હર્ષદ પટેલની યાદીમાં જણાવ્યું છે.