બુધવારે વાર્ષિકોત્સવ અને શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા
ઈશ્વરિયા મંગળવાર તા. 25-12-2018
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે બુધવારે વાર્ષિકોત્સવ અને શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા પ્રસંગે પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક શ્રી જીતેન્દ્ર રાવલ વ્યાખ્યાન આપશે.
આગામી બુધવાર તા.2-1-2019ના લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ યોજાશે. આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના સત્તાવનમાં મણકામાં પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક શ્રી જીતેન્દ્ર રાવલ ( જે.જે.રાવલ) 'સત્ય એ જ પરમેશ્વર અને વિજ્ઞાન યુગ' વિષય પર વ્યાખ્યાન આપશે.
લોકભારતી સણોસરામાં વાર્ષિકોત્સવ પ્રસંગે અધ્યક્ષસ્થાને શ્રી મોહનભાઇ પટેલ વક્તવ્ય આપનાર છે.
સંસ્થાના અગ્રણી શ્રી રઘુવીરભાઈ ચૌધરી તથા શ્રી અરુણભાઈ દવે અને નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી સાથે કાર્યકર્તાઓ- વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.