લંગાળા ગામે યોજાનાર સમૂહ લગ્નમાં
૬૯ નવ દંપતિ પ્રભુતામાં પગલા પાડશે
સંતોના આશીર્વચન સાથેના મંગળ પ્રસંગમાં દાતાઓ ઉપસ્થિત રહેશે
ઇશ્વરિયા શનિવાર,તા,૦૪/૧૧/૨૦૧૭
લંગાળા ગામે બુધવારે યોજાનાર સમૂહલગ્નમાં ૬૯ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે.સંતોના આશીર્વચન સાથેના આ મંગળ પ્રસંગમાં દાતાઓ ઉપસ્થિત રહેશે.
સંત શ્રી કાળુંબાપુ ( મુનીબાપુ - હડમતિયા)ના આશીર્વાદ પ્રેરણા સાથે લંગાળા સમસ્ત ગામ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન સમારોહનું બુધવાર તા,૦૮/૧૧/૨૦૧૭ના રોજ આયોજન કરાયું છે.
લંગાળા ગામે બુધવારે યોજાનાર આ સમૂહ લગ્ન સમારોહમાં આજુબાજુના આશ્રમ - જગ્યા સ્થાનોના સંતો, મહંતોનો લાભ મળશે.સંતોના આશીર્વચન સાથેના આ મંગળ પ્રસંગમાં દાતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ સમૂહ લગ્નમાં ૬૯ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે.આ માંગલિક સમારોહ માટે કાર્યકર્તાઓ ગ્રામજનો ઉત્સાહ સાથે તડામાર તૈયારીમાં રહ્યા છે.