નોંઘણવદર સન્માન સાથે ભોજન

ભાગિયા મજૂર પરિવારોને નોંઘણવદર
ગામે સન્માન સાથે ભોજન કરાવાયું  
રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી

ઈશ્વરિયા
     ખેતર વાડીમાં ભાગિયા તરીકે કામ કરી રહેલા મજૂર પરિવારોને નોંઘણવદર ગામે સન્માન સાથે ભોજન કરાવાયું અહીં રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી હતી.    
     માનવ પરિવાર સંસ્થા દ્વારા પ્રમુખ શ્રી રાજેશભાઈ વઘાસિયા અને ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ કથિરિયાના માનવતા વાદી આયોજનથી અહીં રવિવાર તા11ના સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. ખેતર વાડીમાં આજકાલ ખેડૂતો પોતે વ્યવસાયઅર્થે વતનથી દૂર રહેલ હોઈ ખેતીનું કામ નસવાડી પંથકના મજૂરો ભાગિયા તરીકે કામ કરી રહેલ છે, તેઓને સન્માનવામાં આવ્યા.         
      નોંઘણવદર ગામે વિશાળ સમિયાણામાં આજુબાજુના તાલુકાના 800 જેટલા ગામોમાં જાણ કરાઈ હતી, જેમાંથી મોટી સંખ્યામાં આ મજૂરો જોડાયા હતા. ખેતર વાડીમાં ભાગિયા તરીકે કામ કરી રહેલા આ મજૂર પરિવારોનું સન્માન સાથે ભોજન કરાવાયું હતું. સંસ્થા દ્વારા પુરુષોને કાપડ તથા સ્ત્રીઓને સાડી ભેટ આપવામાં આવી. અહીં મજૂરો ખુશખુશાલ જોવા મળ્યા. 
     આ સંસ્થા દ્વારા મંદ બુદ્ધિના પાગલ માટે સોનગઢ પાસે કેન્દ્ર દ્વારા સુંદર સેવા કાર્ય થઈ રહ્યું છે, તેઓને પણ આ કાર્યક્રમમાં રખાયા હતા.  
     અહીં સંસ્થાના શ્રી મૂકેશભાઈ શંકર, શ્રી પરેશભાઈ જસાણી તેમજ કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા હતા. અહીં રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી હતી, જેમાં આજુબાજુના રસિકોએ લોકસાહિત્ય ભજનની રસલ્હાણ માંણી હતી, તેમ કાર્યકર્તા શ્રી મૂકેશભાઈ દવેએ વિગત આપી હતી. શ્રી પ્રકાશભાઈ ગોસ્વામી, શ્રી જીગ્નેશભાઈ કથીરિયા, શ્રી રાજેશભાઈ ગજેરા સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.