નોંઘણવદર ગામે ખેતર વાડીમાં કામ કરતા
૮00 ગામોના ભાગિયાઓને પહેરામણી કરાશે
માનવ પરિવાર સંસ્થા દ્વારા આગામી રવિવારે
મહાભોજન સાથે લોકડાયરો પણ યોજાશે
ઈશ્વરિયા
માણસ માણસને કઈ રીતે ઉપયોગી થઈ જાય છે,તે માત્ર માણસ જ જાણે છે. આગામી રવિવારે નોંઘણવદર ગામે માનવતાનું ઝરણું વહેવાનું છે.અહીં ખેતર વાડીમાં કામ કરતા। ૮00 ગામોના ભાગિયાઓને વસ્ત્ર પહેરામણી સાથે મહાભોજનનું માનવ પરિવાર સંસ્થાનું રૂડું આયોજન છે.મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે લોકડાયરો પણ યોજાશે.
નોંઘણવદર ગામે માનવ પરિવાર સંસ્થા દ્વારા આગામી રવિવારે તા.૧૧-૧૧-૨૦૧૮ના માનવતાનું ઝરણું વહેવાનું છે. કદાચ સૌ પ્રથમવાર જ આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જેમાં ' મોટા માણસ ' સન્માનિત થાય તે કરતા 'નાના માણસ ' માટે આયોજન થયું છે.
પ્રસંગ એવો છે, માણસ માણસને કઈ રીતે ઉપયોગી થઈ જાય છે, તે માણસ જ જાણે છે. આ પ્રમાણે નોંઘણવદર સાથે સન્કળાયેલ પાલિતાણા, ગારિયાધાર, સિહોર, ઉમરાળા, ગઢડા, વલભીપુર, બોટાદ, લાઠી, મોટા લીલિયા, બાબરા વગેરે તાલુકા વિસ્તારના ગામોમાં ખેતર વાડીમાં ભાગિયા તરીકે કામ કરી રહેલા નસવાડી બાજુના મજુર પરિવારો માટે 'નસવાડી કૃષિ મજુર ભાગિયા મહોત્સવ મહામેળો' યોજાયો છે. અહીં આ ખેતર વાડીમાં કામ કરતા ભાગિયા સ્ત્રી પુરુષોને વસ્ત્ર પહેરામણી સાથે મહાભોજનનું રૂડું એવું આયોજન છે.
મહાભોજન અને વસ્ત્ર વિતરણના આ વિરાટ આયોજનમાં લગભગ ૮00 ગામોમાં કામ કરતા પરિવારો સુધી નિમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમમાં સુરત, મુંબઈશીત અમદાવાદ, ભાવનગર વગેરેના ઉદ્યોગપતિ, વેપારી, મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે લોકડાયરો પણ યોજાશે.
આ સંસ્થા દ્વારા સોનગઢ પાસે મન્દબુદ્ધિ પાગલ સંસ્થાનું સઁચાલન થાય રહ્યું છે. અગાઉ ગયા વર્ષે પણ આવો નાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકર્તાઓની દેખરેખ સાથે રસોડા, મંડપ સહિત પહેરામણી વસ્ત્રો વગેરે માટે તડામાર તૈયારી ચાલી રહી છે.