દિવ્યાંગ વિધાર્થીઓએ અનૂરોધ કર્યો

 ઈશારાની સંકેત  ભાષામાં

ભાવનગરની ખી. લ. મૂક બધિર શાળાના દિવ્યાંગ

વિધાર્થીઓએ મતદારોને મતદાન કરવા અનૂરોધ કર્યો

ભાવનગર

     તા. ૦૬ નવેમ્બરે ભાવનગરની ખી. લ. મૂક બધિર શાળાના દિવ્યાંગ વિધાર્થીઓએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલની  ઉપસ્થિતિમાં   જિલ્લાના મતદારોને તા. ૯ ડીસેમ્બરે મતદાન કરવાઈશારાની સંકેત  ભાષામાં અનૂરોધ કર્યો હતો .

    આ દિવ્યાંગ વિધાર્થીઓએ  ઈશારાની સંકેત  ભાષામાં જણાવ્યુ હતું કે મત માટે સમય કાઢીએ જવાબદારી કદી ન ટાળીએ મતદાન તા. ૦૯/૧૨/૨૦૧૭. તમારુ મતદાન લોકતંત્રનો પ્રાણ. આ દિવ્યાંગ વિધાર્થીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષદ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આયુષ ઓકને સંકલ્પ પત્ર આપ્યા હતા. જે સંકલ્પ પત્રમા ભુલો ભલે બીજુ બધુ મતદાનને ભુલશો નહિ સુત્ર સાથે મતદાન માટેઅનૂરોધ કર્યો  છે. આ સંકલ્પ પત્રમા વિજાણુ મતદાન યંત્ર તથા વી વી પેટ દ્વારા મત કેવી રીતે આપવો તેની જાણકારી આપવામા આવી છે.આ સંકલ્પ પત્ર મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા પ્રસિદ્ધ કરાયેલ છે.

     જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે મતદારોને જાગ્રુત કરવા તથા મતદાન માટે શાળાના બાળકોના માતા પિતા મતદાન કરે તેમજ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય વી. વી. પેટની જાણકારી મેળવે તે હેતુસર જિલ્લામા ૩.૬૦ લાખ સંકલ્પ પત્રો પ્રાથમિક શાળા, હાઈસ્કુલો તથા કોલેજોમા વિતરીત કરાયા છે. તે સંકલ્પ પત્રો ભરવામા આવશે. આજે દિવ્યાંગ વિધાર્થીઓ દ્વારા ઈશારાની સંકેત  ભાષા  થકી  મતદાન માટેઅનૂરોધ કર્યો  છે તે થકી જિલ્લામા મતદાન માટે અતિ મહત્વનો સંદેશો લોકોમા જશે.

     આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આયુષ ઓક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ઠક્કર, સ્વીપના નોડલ ઓફીસર શ્રી બ્રિજેશ જોશી, સ્વીપ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીગણ,  ખી. લ. મૂક બધિર શાળાના શિક્ષકો, વિધાર્થીઓ હાજર રહ્યા હતા.