ઈશ્વરિયાથી ભાવનગર બસ સેવા અકોણાઈ

ઈશ્વરિયાથી ભાવનગરને જોડતી બસ સેવા

આપવામાં તંત્રની અનહદ અકોણાઈ

ગ્રામપંચાયતની રજૂઆતો છતાં સુવિધા મળતી નથી

ઈશ્વરિયા, ગુરુવાર તા.૪/૧/૨૦૧૮

     ઈશ્વરિયાથી ભાવનગરને જોડતી બસ સેવા આપવામાં તંત્રની અનહદ અકોણાઈ થઇ રહી છે. ગ્રામપંચાયતની અનેક રજૂઆતો છતાં સુવિધા મળતી નથી.

     ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નીગમની ભાવનગર વિભાગીય કચેરી દ્વારા ઈશ્વરિયાથી ભાવનગરને જોડતી બસ સેવા આપવામાં અનહદ અકોણાઈ થઇ રહી છે.

     ઈશ્વરિયાથી ભાવનગર માટે સવારે યાત્રિક સુવિધા આવશ્યક છે. ભાવનગરથી સવારે ઉપડતી આ સેવા અગાઉ શરુ હતી પરંતુ ઈરાદા કે બદ્દઈરાદાથી આવક કરતી અને સુવિધા આપતી આ સેવા રદ કરી દેવામાં આવી છે. ઈશ્વરિયા સાથે રામધરી, આંબલા, અમરગઢ- જીંથરી તથા સોનગઢથી સિહોર અને ભાવનગર કાયમી આવ- જા કરતા વિદ્યાર્થીઓ , નોકરિયાતો, વેપારીઓ સહીત બધાને સુવિધા મળતી હતી, પરંતુ ભાવનગરના સત્તાવાળાઓ જનતાને સુવિધા મળે તેમ નહી , પોતાને વહીવટી સુગમતા રહે તેમ માર્ગોનું સંચાલન કરતા હોય તેવો અનુભવ થઇ રહ્યો છે.

     ભાવનગરથી સવારે ૭:૩૦ કલાકે ઉપડી ઈશ્વરિયા ગામે ૯ કલાકે પહોચી ત્યાંથી પરત ફરી ભાવનગર ખાતે ૧૦:૩૦ કલાકે પહોંચે તેવી બસ સેવાની અનિવાર્યતા છે. ઈશ્વરિયા ગ્રામપંચાયતની અનેક લેખિત રજૂઆતો છતાં સુવિધા મળતી નથી. સભ્ય શ્રી મૂકેશકુમાર પંડિતે રૂબરૂ મળી રજૂઆતો કરવા છતાં તંત્રની અનહદ અકોણાઈથી સેવા લાભ મળતો નથી, જેનો ખેદ રહેલો છે.