મારુ રાજપૂત સમાજ સમારંભ

જીવન કેમ જીવવું, તે ખરું શિક્ષણ છે. - શ્રી પ્રયાગરાજ ભગત 
ઈશ્વરિયા ગામે મારુ રાજપૂત સમાજ દ્વારા સન્માન સમારંભ 

ઈશ્વરિયા 
     શ્રી મારુ રાજપૂત સમાજ વિકાસ સમિતિ દ્વારા  ઈશ્વરિયા ગામે યોજાયેલ સન્માન સમારંભમાં અધ્યક્ષ સ્થાને રહેલા શ્રી પ્રયાગરાજ ભગતે કહ્યું કે, શિક્ષણ એટલે માત્ર શાળા પૂરતું સીમિત નથી, જીવન કેમ જીવવું, તે ખરું શિક્ષણ છે.
     ઈશ્વરિયા ગામે રવિવારે શ્રી મારુ રાજપૂત સમાજ વિકાસ સમિતિ ( ભાવનગર - અમરેલી) દ્વારા 9મોં તેજસ્વી તારલા સાથે સમાજ રત્નનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે દાન મહારાજ જગ્યા - ચલાલાના શ્રી પ્રયાગરાજ ભગતે શિક્ષણ અને જીવન સંદર્ભે ઉદબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ એટલે માત્ર શાળા પૂરતું સીમિત નથી, જીવન કેમ જીવવું તે ખરું શિક્ષણ છે. તેમનાંઅધ્યક્ષ સ્થાને આ સમારંભમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.  
     આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી જ્યોત્સનાબેન ભગતે શિક્ષણ બાબતે કહ્યું કે શાસ્ત્રોમાં વિદ્યા રૂપી ધન એ શ્રેષ્ઠ ધન ગણાવાયું છે. તેમણે આ કાર્યને બિરદાવ્યું.
     અહીં પ્રારંભે શ્રી અશ્વપાલ રાઠોડે શિક્ષણ સાથે સંસ્કાર પાર ભાર મૂકતી વાત કરી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ રહેલા ભાવનગર મહાનગરપાલિકા અધ્યક્ષ શ્રી મનભા મોરીએ સંગઠન એકતા દ્વારા સફળતા મળતી હોવાની વાત કરી.
     અહીં શ્રી અર્જુનસિંહ યાદવ, શ્રી ભીમજીભાઈ ચૌહાણ, શ્રી દિગ્વિજયસિંહ પરમાર તથા શ્રી કિરીટભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કરેલ. અહીં શ્રી રમેશભાઈ રાઠોડ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત ઉદબોધન શ્રી જેશંગભાઇ પરમારે અને આભારવિધિ શ્રી ગોપાલભાઈ પરમારે કરેલ. સંચાલનમાં શ્રી વજેશંગભાઇ પરમાર રહ્યા હતા. 
     સમગ્ર સંકલનમાં શ્રી અશોકસિંહ પરમાર, શ્રી જયદીપ સિંહ પરમાર, શ્રી વિક્રમભાઈ મકવાણા તથા સાથીઓ રહ્યા હતા.