વાંધાજનક સંદેશ પ્રતિબંધ

આદર્શ આચારસંહિતા તેમજ ચૂંટણી કાયદાનો ભંગ થાય તેવા

વાંધાજનક સંદેશ મોકલવા પર પ્રતિબંધ

ભાવનગર ગુરૂવાર

      ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૭નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જેમાં મતદાન તા. ૦૯/૧૨/૨૦૧૭ના રોજ યોજાશે. આ  ચૂંટણી પ્રક્રિયા અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા વાંધાજનક સંદેશ શોર્ટ મેસેજ સર્વિસીસ (એસએમએસ) અન્ય વ્યકિતઓને મોકલી આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય છે.

      ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા તેમજ ચૂંટણી કાયદાનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વિસીસ(એસએમએસ) નહી કરવા જણાવવામાં આવે છે. જો કોઇ વ્યકિત દ્વારા આદર્શ આચાર સંહિતાના ભંગ તથા ચૂંટણી કાયદાના ભંગ સબબના શોર્ટ મેસેજ સર્વિસીસ (એસએમએસ) કરવામાં આવશે તો તેની સામે લોક પ્રતિનિધિત્વ ધારા, ભારતીય ફોજદારી ધારા તેમજ ચૂંટણી નિયમો હેઠળની જોગવાઇઓ તથા ચૂંટણી પંચની પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ મુજબ કડક પગલા લેવામાં આવશે તેમ  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઉમેશ વ્યાસે એક જાહેરનામુ જારી કરી ફરમાવેલ છે, જેની તમામ સંબંધકર્તાઓએ નોંધ લેવી.