રાષ્ટ્રીયસ્તર જળ સ્પર્ધા

શાળાના બાળકો માટે રાષ્ટ્રીયસ્તર પર જળ  સ્પર્ધા

ધોરણ ૬ થી લઈને ૮ સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી

બે વિદ્યાર્થીઓવાળી ટુકડી ભાગ લઈ શકે છે

નવી દિલ્હી,

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય જળ આયોગ (સીડબ્લ્યૂસી) આવતા વર્ષે જાન્યુઆરીમાં નવી દિલ્હીમાં શાળાના  બાળકો માટે રાષ્ટ્રીય સ્તરની જળ  સ્પર્ધા આયોજીત કરશે. ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત  કોઈપણ નિયમિત શાળાના ધોરણ ૬ થી  લઈને  ૮  સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓવાળી ટુકડી આમાં ભાગ લઈ શકે છે.

આમાં ભાગ લેવા માટે કોઈ શુલ્ક લેવાશે નહિં. પ્રારંભિત તબક્કે  સ્પર્ધા (લેખિત અથવા પ્રશ્નોત્તરી અથવા બંને, જે ભાગ લેનાર શાળા / ટુકડી પાસેથી પ્રાપ્ત પ્રતિક્રિયાના આધાર પર નક્કી કરાશે.) સીડબ્લ્યૂસીના બેંગ્લુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, કોઈમ્બતુર, દિલ્હી, ગાંધીનગર, હૈદરાબાદ, લખનૌ, નાગપુર, પટના, શિલોંગ, સિલીગુડી સ્થિત ૧૪ ક્ષેત્રિય કેન્દ્રોમાં આયોજિત કરાશે, જેમાં પૂણે સ્થિત એનડબ્લ્યૂએ પણ સામેલ છે. પ્રારંભિત તબક્કાની સ્પર્ધા માટે પ્રતિભાગીઓને પોતાની યાત્રા નિવાસ ભોજન વ્યવસ્થા પોતે કરવી પડશે.

ત્યારબાદ પ્રત્યેક ક્ષેત્રની બે પસંદગી ટુકડી (વિજેતા તેમજ ઉપવિજેતા)ને નવી દિલ્હીમાં આયોજિત થનારી “અખિલ ભારતીય સ્પર્ધા” માટે આમંત્રિત કરાશે, જે તારીખ પછી નક્કી કરાશે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયોજન માટે આમંત્રિત કરાનાર પ્રતિભાગિઓને ( એસી-3 - 3 ટાયર) યાત્રા માટે  ભાડું અપાશે અને દિલ્હીમાં નિવાસ ભોજન માટે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને એક અનુરક્ષક માટે વ્યવસ્થા કરાશે. વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કાર અપાશે.

ઈચ્છુક માન્યતા પ્રાપ્ત શાળા ધોરણ ધોરણ ૬ થી  ૮ સુધી બે વિદ્યાર્થીઓવાળી ટુકડી માટે નીચે અપાયેલ અરજી પત્રક ભરી શકે છે, જે સર્વપ્રથ ક્ષેત્રીય આયોજનમાં ભાગ લેશે અને જો પસંદગી થઈ જાય, તો તેમને નવી દિલ્હીમાં આજિત થનાર અખિલ ભારતીય  સ્પર્ધામાં સામેલ થવાની તક મળી શકે છે. ઈચ્છુક વિદ્યાલય નિર્ધારિત અરજી પત્રક (cwc.gov.in) પર અરજી કરી શકે છે અથવા  ટપાલ થી આયોજકને ૪  ડિસેમ્બર, ૨૦૧૭ સુધી મોકલી શકે છે.

પ્રત્યેક શાળાના બે વિદ્યાર્થીઓ વાળી માત્ર એક ટુકડી જ આમાં ભાગ લેવા માટે પાત્ર છે. કોઈપણ શાળા દ્વારા એક થી વધુ અરજી પ્રસ્તુત કરવાની સ્થિતિમાં પહેલી અરજીનો જ સ્વીકાર કરાશે. જો પ્રત્યેક ક્ષેત્રીય કેન્દ્ર તરફથી વધારે અરજી સ્વીકારાશે તો તેવી સ્થિતિમાં આયોજકો પાછલા ત્રણ વર્ષ દરમિયાન પ્રસ્તાવિતટુકડીઓના શૈક્ષણિક પ્રદર્શન પર આધારિત અરજીઓને ધ્યાનમાં લેવાનો અધિકાર છે.

અરજી પત્રક કેન્દ્રીય જળ આયોગ  www.cwc.gov.in  પર ઉપલબ્ધ છે. જેના માટે નીચે આપેલ યૂઆરએલ છે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLScLgHYdpow8P_2huI5REWHGM1QH0WKt_zR4Onm3yKbTfgYV_A/viewform