આચારસંહિતાના નામે ગામડાના સ્થાનિક
વિકાસ કામોમાં વિલંબ ન કરવા સૂચન
ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદ દ્વારા રજૂઆત
ઇશ્વરિયા, શનિવાર તા.૨૮/૧૦/૨૦૧૭
વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતા જ આચારસંહિતા અમલીકરણમાં તંત્ર દ્વારા આવશ્યક અને આવકારદાયક પગલા લેવાઈ રહ્યા છે ત્યારે આચારસંહિતાના નામે ગામડાના સ્થાનિક વિકાસ કામોમાં વિલંબ ન કરવા તંત્રને સૂચન કરાયું છે.આ અંગે ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદ દ્વારા રજૂઆત થઇ છે.
ચૂંટણીની આચારસંહિતાના નામે કેટલાક અધિકારીઓ દ્વારા મનઘડંત અર્થઘટન કરી ગામડાના સ્થાનિક વિકાસ કામોમાં વિલંબ કરાવાતો હોવાનું બનતું હોય છે. જે સંદર્ભે ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદના સંયોજક મૂકેશકુમાર પંડિત દ્વારા ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતા આ દરમિયાન ગ્રામપંચાયતો દ્વારા જે તે માંગ દરખાસ્તો થાય છે,સબંધિત તંત્ર દ્વારા આવા આચારસંહિતાના બહાના તળે આવશ્યક કામો અટકાવાય રહ્યા નું જણાયુ છે.
આચારસંહિતા અમલીકરણમાં તંત્ર દ્વારા આવશ્યક અને આવકારદાયક પગલા લેવાઈ રહ્યા છે. ચૂંટણીતંત્ર દ્વારા રાજકીય પક્ષોને અસરકર્તા કામો કે દરખાસ્તો અટકાવવી જોઈએ પરંતુ એ સિવાઈના કામોને હરકત સરખું ન હોય તે રીતે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ વિવેક દાખવી કામો ઉકેલવા જોઈએ.આદર્શ આચારસંહિતાની માર્ગદર્શિકા દરેક ગ્રામપંચાયતો તથા સામજિક શેક્ષણિક સંથાઓને મોકલવી જોઈએ તેમ પણ પરિષદ દ્વારા સૂચન થયેલ છે.
આચારસંહિતાના અમલીકરણ અને ચૂંટણીના દિવસોમાં ઘણો મોટો સમય રહેલો છે જેથી સ્થાનિક વિકાસ કામોમાં બિનજરૂરી વિલંબ કરનારા અને આવા બહાના ધરનારા સામે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે તથા આવશ્યક હોય તો પગલા ભરવામાં આવે તે ઇચ્છનીય છે.