સ્વાતંત્ર્ય દિનની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી
પાલીતાણા ખાતે : આયોજન અર્થે બેઠક યોજાઈ
વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે
ભાવનગર શુક્રવાર
તા. ૨૭ જુલાઈ શુક્રવાર બપોરે ૧૨/૦૦ થી ૧૩/૦૦ કલાક સુધી નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને પાલીતાણા મામલતદાર કચેરી પાલીતાણા ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠક ૭૨ મા સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગષ્ટ-૨૦૧૮ ની ઉજવણીનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી ની ઉપસ્થિતિમા પાલીતાણાની તળેટી રોડ પર આવેલી પાલીતાણા હાઈસ્કુલ ખાતે સવારે ૯/૦૦ કલાકથી યોજાનાર છે તેની પુર્વ તૈયારીના ભાગ રૂપે યોજવામા આવી હતી
આ બેઠકમાં કાર્યક્રમની પુર્વ તૈયારી માટે તમામ બાબતોની વિગતે જાણકારી ઉપસ્થિત
અધિકારીઓને પ્રાંત અધિકારીશ્રી પટેલ દ્વારા અપાઈ હતી આ કાર્યક્રમ લોક ભાગીદારીથી કરવામા આવશે જેથી લોકોનો દેશપ્રેમ બળવત્તર બને. આ બેઠકના અધ્યક્ષ અને નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસે આ બેઠકમાં હાજર રહેલા પરંતુ વ્યક્તિગત કુટેવ ને વશ થઈને વોટ્સ એપ મગ્ન અધિકારીઓ સામે લાલ આંખ કરી કડક ભાષામાં જણાવ્યુ હતું કે દેશના સ્વાતંત્ર્ય દિન ની જિલ્લા કક્ષાની ઉજવણી ના પુર્વ આયોજન અર્થે આપણે મળ્યા છીએ ત્યારે આ પ્રકારની બાબતોનુ કોઈપણ બેઠકમા પુનરાવર્તન થશે તો તેઓ તેમને મળેલ સત્તાનો ઉપયોગ કરી સંબંધિત અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે અને તે શિક્ષાત્મક કાર્યવાહીમા ૦૧ (એક) દિવસની જેલની જોગવાઈ છે.
૭૨ મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કાર્યક્રમ મા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી તળાજા, મહુવા, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન, પી. જી. વી. સી. એલ, નાયબ મ્યુ. કમિશ્નર બી. એમ. સી. ,પાલીતાણા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, આઈ. સી. ડી. એસ. સુપરવાઈઝર, પોલીસ ઈન્સપેક્ટર,પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિત સંબંધિત કચેરીઓના અધિકારી/ પ્રતિનિધિ હાજર રહ્યા હતા. બેઠક બાદ તમામ અધિકારીઓએ પાલીતાણા હાઈસ્કુલ ના ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી હતી