ટીંબી આરોગ્ય સંસ્થાના પ્રણેતા
સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ બ્રહ્મલીન
પાર્થિવદેહને ઋષિકેશમાં જળસમાધિ આપવામાં આવશે
ઈશ્વરિયા બુધવાર તા.૨૨-૧૧-૨૦૧૭
ગોહિલવાડ ના ગૌરવ સમાન ટીંબી આરોગ્ય સંસ્થાના પ્રણેતા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજ આજે બુધવારે બપોરે બ્રહ્મલીન થયા છે. ગુરુદેવના પાર્થિવદેહને ઋષિકેશમાં ગંગાજીના પ્રવાહમાં જળસમાધિ આપવામાં આવશે
ટીંબી મુકામે આજે બુધવારે બપોરે લગભગ પોણા ચાર કલાકે શ્રી નિર્દોષાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ગોહિલવાડના ગૌરવ સમાન ટીંબી આરોગ્ય સંસ્થાના પ્રણેતા એવા સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ સમાજના તન અને મનના સ્વાસ્થ્ય માટે હંમેશા ચિંતા કરતા રહેતા અને ટીંબી ખાતે આવતા તમામ દર્દીઓને પુરતી સારવાર અને સહાય મળે તે માટે સંસ્થાના અગ્રણીઓ સાથે સંપર્કમાં રહેતા.
સ્વામીજીના દેહવિલયના સમાચાર મળતા ભાવિક સેવકો ટીંબી દોડી આવ્યા છે. ગુરુદેવના પાર્થિવદેહના દર્શન ટીંબી ખાતે ગુરુવાર બપોર ૧૨ વાગ્યા સુધી કરી શકાશે જે બાદમાં ઋષિકેશ ખાતે લઇ જવાશે. સુત્રોના જણાવ્યા મુજબ ગુરુદેવના પાર્થિવદેહને ઋષિકેશમાં ગંગાજીના પ્રવાહમાં જળસમાધિ આપવામાં આવશે.