તા. ૧૫ સુધી ભાવનગર જિલ્લામાં
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તારણ કામગીરી
આ૫ની આસપાસ બાળક મળી આવે તો નામ નોંઘાવી શકાશે
ભાવનગર
સર્વ શિક્ષા અભિયા અંતર્ગત વિવિઘ આયોજન યોજના કાર્યરત છે. સર્વ શિક્ષા અભિયાન ટુંક સમયમાં સમગ્ર શિક્ષા અભિયાનનાં ૫રિપ્રેક્ષ્ર્યમાં તૈયાર થવા જઇ રહયું છે, ત્યારે આ આયોજન યોજના અંતર્ગત ૪ વર્ષથી લઇે ૧૮ વર્ષ સુઘીનાં કદી શાળાએ ન ગયેલા તેમજ અઘવચ્ચેથી શાળામાંથી ઉઠી થયેલા બાળકોની તારણ કામગીરી કરવાની તૈયારી ચાલી રહી છે. આ૫ની આસપાસ કોઇ બાળક મળી આવે તો તેનું નામ નોંઘાવી શકાશે
શાળા કક્ષાએથી તા.૦૪/૧૨/૨૦૧૮ થી તા.૧૫/૧૨/૨૦૧૮ સુઘી આ આવા બાળકોની યાદી કામગીરી હાથ ઘરવામાં આવશે. જેથી શાળામાં ન જનાર બાળકોની સંખ્યા ૫ણ જાણવા મળશે. પ્રાથમિક શિક્ષણ લીઘા બાદ માઘ્યમિક શિક્ષણ સુઘી ઘણા વિદ્યાર્થીઓ ૫હોંચતા નથી જેનાં કારણે શાળામાંથી ઉભા થાય જવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ ઘટાડવા માટે સરકાર પ્રયત્ન કરી રહેલ છે. આ બાળકોના તારણ માટે વહીવટી તંત્રે ટુકડીઓની રચના કરી છે. ભાવનગર જિલ્લાનાં તમામ ૧૦ તાલુકાઓમાં તેમજ શહેરી પછાત વગેરે વિસ્તારોમાં જઇને તારણ કરવામાં આવશે. તારણમાં મળી આવનાર બાળકોને ખાસ તાલીમ મળે અને આ વયજૂથનું એક૫ણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બાળક ફરીથી ભણવાનું શરૂ કરી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તેવા ઉમદા હેતુથી આ કાગમીરી થશે.
આ૫ની આસપાસ કોઇ બાળક મળી આવે તો તેનું નામ સંપર્ક 1800-233-0854 કચેરીના સમય કાર્યરત રહેશે. જેમાં ૫ણ નોંઘાવી શકાશે અથવા આ૫ની આસપાસની નજીકની સરકારી પ્રાથમિક / માઘ્યમિક શાળામાં ૫ણ બાળકનું નામ નોંઘાવવા અનુરોધ કરવામાં આવેલ છે.