મૂકેશ પંડિતને કર્મશ્રી પદક

 

નવી દિલ્હી ખાતે બુધવાર 5 સપ્ટેમ્બરે 
ઈશ્વરિયાના કાર્યકર્તા પૂર્વ સરપંચ
શ્રી મૂકેશ પંડિતને કર્મશ્રી પદક સન્માન

 ભાવનગર 
     ઈશ્વરિયાના કાર્યકર્તા અને પૂર્વ સરપંચ શ્રી મૂકેશ પંડિતને નવી દિલ્હી ખાતે બુધવાર તા. 5 સપ્ટેમ્બરે કર્મ શ્રી પદક સન્માન એનાયત થશે. 
     આંતરરાષ્ટ્રીય સમરસતા મંચ અને રાષ્ટ્રીય સમતા મંચના સંયુક્ત આયોજનથી ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામના કાર્યકર્તા - પત્રકાર અને પૂર્વ સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિતને તેમના કર્મ સ્થાનના વિકાસ અને સેવા કાર્યોના અવલોકન પરથી કર્મશ્રી પદક માટે પસંદ કરવામાં આવ્યા છે. 
     ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર બુધવાર તા. 5 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય મહાનુભાવોના હસ્તે કર્મશ્રી પદક ચંદ્રક સન્માન એનાયત થશે. અહીં નેપાળ સરકારના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સાથે પ્રીતિ ભોજન કાર્યક્રમમાં પણ સામેલ કરાશે.