ભાવનગર આઈ. ઈ. સી. વાન પ્રસ્થાન

ભાવનગર કલેકટર કચેરી ખાતે

આઈ. ઈ. સી. વાનને જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદભાઈ પટેલે

લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યુ

 

ભાવનગર મંગળવાર

તા. ૧૩ ડીસેમ્બરે સાંજે ૧૬/૨૦ કલાકે ભાવનગરની કલેકટર કચેરી ખાતેથી બે આઈ. ઈ. સી. વાનને જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદભાઈ પટેલે લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવી અને જણાવ્યું હતું કે આ બે વાન ભાવનગરના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઔધોગિક વિસ્તારમાં ફરીને લોકોને ઈ-ટ્રાન્ઝેક્શન ડીજીટલ પેમેન્ટ અંગેની વિવિધ પદ્ધતિઓ જેવી કે પી. ઑ. એસ.,યુ. પી. આઈ., યુએસ.એસ. ડી., ઈ-વોલેટસ, પે ટીમ, એસ. બી. આઈ. ઈ-બડી, મોબાઈલ બેંકીંગ સાથે લોકોને જોડવા માટેની સમજણ આપશે.

આ બે  આઈ. ઈ. સી. વાનને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,ભાવનગર દ્વારા તેમજ ઔધોગિક એસોસીએશન શીપ રીસાયકલીંગ ઈન્ડ્સ્ટ્રીઝ એસોસીએશન, ચિત્રા ઈન્ડ્સ્ટ્રીઝ એસોસીએશન ભાવનગર મેગ્નેશિયમ સોલ્ટ મેન્યૂ. ઈન્ડ્સ્ટ્રીઝ એસોસીએશન, મહુવા ઓનીયન ડીહાઈડ્રેશન એસોસીએશનના સહયોગથી તા. ૩૧ ડીસેમ્બર સુધી જનજાગૃતિ અર્થે ચલાવવામાં આવશે.આ વાન થકી અંદાજે ૬ હજાર ઔધોગિક કામદારો/કર્મચારીઓમાં ઈ-ટ્રાન્ઝેક્શન,ડીજીટલ પેમેન્ટ અર્થે જાગૃતિ લાવવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોશી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશિક અધિકારીશ્રી આર. આર. વ્યાસ સહિત જિજ્ઞાસુ લોકો હાજર રહ્યા હતા.