રાજ્ય ચૂટણી આયોગ દ્વારા રાજ્યની અંદાજીત ૧૦૩૧૮ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય તથા મધ્યસત્ર/પેટા ચૂટણીની જાહેરાત
ભાવનગર મંગળવાર તા -૨૯.૧૧ .૨૦૧૬;
રાજ્યચૂટણી આયોગ દ્વારા રાજ્યની અંદાજીત ૧૦૩૧૮ ઉપરાંતની ગ્રામ પંચાયતોનીસામાન્ય તથા મધ્યસત્ર/પેટા ચૂટણીની જાહેરાત કરાઈ છે. ભાવનગર જિલ્લાની ૩૧૨ગ્રામ પંચાયતોની પણ ચૂટણી યોજાશે.
તદઅનુસાર તા. ૨૮/૧૧/૨૦૧૬ના રોજ ચૂટણીની જાહેરાત કરાઈ છે. તા. ૦૫/૧૨/૨૦૧૬નારોજ ચૂટણીની નોટીસો/જાહેરનામા પ્રસિદ્ધ કરાશે.ચૂટણી અધિકારીશ્રી દ્વારા તા.૦૫/૧૨/૨૦૧૬ના રોજ ચૂટણીની નોટીસ પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારીપત્રો રજૂ કરવાનીછેલ્લીતા. ૧૦/૧૨/૨૦૧૬, ઉમેદવારીપત્રો ચકાસણીની તા.૧૨/૧૨/૨૦૧૬, ઉમેદવારીપત્ર પરત ખેચવાની તા. ૧૪/૧૨/૨૦૧૬ મતદાનની તા.૨૭/૧૨/૨૦૧૬ સમય સવારના ૮/૦૦થી સાંજના ૫/૦૦ વાગ્યા સુધી. જરૂર જણાયે ફેરમતદાન તા. ૨૮/૧૨/૨૦૧૬ના રોજ યોજાશે. મતગણતરી તા. ૨૯/૧૨/૨૦૧૬ના રોજ યોજાશે.
અત્રેઉલ્લેખનીય છે કે જિલ્લાની ૩૧૨ ગ્રામપંચાયતો તથા ૨૬૮૦ વોર્ડ સભ્યોની બેઠકોકે જ્યાં નિયત સમય મર્યાદા પૂર્ણ થતાં ચૂટણીઓ યોજાશે. તા. ૨૭/૧૨/૨૦૧૬નારોજ કુલ ૨૮૦ વોર્ડમાં ૮૯૫ મતદાન મથકો પર મતપત્રકોથી મતદાન થશે.તા.૨૯/૧૨/૨૦૧૬ના રોજ તાલુકા મથકોએ મતગણતરી કરાશે.
મતદાતાની વિગતો જોઈએ તો - પુરૂષ મતદાતા ૨,૬૫,૫૫૭ સ્ત્રી મતદાતા ૨,૩૭,૩૯૪ કુલ મતદાતા ૫,૦૨,૯૫૧
આચૂટણીમાં મતદાન સમયે મતદારે ચૂટણીપંચ દ્વારા આપવામાં આવેલ ઓળખ કાર્ડરજૂકરવાનું રહેશે.મતદારોએ તેમનો મતમતપત્ર પર એરોક્રોસ માર્ક સિક્કાથીનોધવાનો રહેશે.
ગુજરાત હાઈકોર્ટના તા. ૩૦/૧૦/૨૦૧૫ના આદેશ અનુસાર નોટાનો અમલ કરાશે.
જિલ્લા ચૂટણી તંત્ર, ભાવનગર લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવામતદાતાને અનુરોધ કરે છે. સાથે સાથે મતદારો, ઉમેદવારો, સર્વે રાજકીય પક્ષોઅને જાહેર જનતા તરફથી પાયાની લોકશાહીની આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનીચૂટણી મુક્ત, ન્યાયી, અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે આરાષ્ટ્રીય/સંવૈધાનિક કામમાં સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખે છે.