પંચાયતીરાજ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે યોજાનાર પંચાયતીરાજ કાર્યશિબિર સરપંચ સંમેલન માં ઈશ્વરિયાના સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિત ભાગ લેશે.
કેન્દ્ર સરકાર ના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે બુધવાર તા.૩૦ નવેમ્બર થી શુક્રવાર તા. ૨ ડીસેમ્બર દરમિયાન પંચાયતીરાજ કાર્યશિબિર સરપંચ સંમેલનનું આયોજન થયું છે.આ કાર્ય શિબિર માં ભાવનગર જીલ્લા પંચાયત અંતર્ગત ઈશ્વરિયાના સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિત પસંદગી પામતા, તેઓ ભાગ લેશે.
રાજ્ય સરકાર ના વિકાસ આયુક્ત કચેરી ના સંકલન સાથે રાજ્યના પસંદગીના સરપંચો અને તલાટીમંત્રીઓ દિલ્હી રવાના થઇ રહ્યા છે.