ઇશ્વરિયા ગામને બસ સેવા

મુખ્યમંત્રી શ્રી કાર્યાલય દ્વારા દત્તક લેવાયેલ

ઇશ્વરિયા ગામને અસુવિધા મળે તથા બસ સેવા

ખોટ કરે તેવો તંત્રવાહકોનો કારસો

   ઇશ્વરિયા,ગુરૂવાર તા.૨૪/૧૧/૨૦૧૬

   મુખ્યમંત્રી શ્રી કાર્યાલય દ્વારા દત્તક લેવાયેલા ઇશ્વરિયા ગામ ને અસુવિધા મળે તથા બસ સેવા ખોટ કરે તેવો તંત્રવાહકોનો કારસો રહેલો છે. આ અંગે સરપંચ શ્રી દ્વારા સરકારમાં રજૂઆત થઇ છે.

   ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્યમાં ઉતારુઓને અને ગામડાના અંતરિયાળ વિસ્તારને સુગમ પરિવહન સુવિધા મળે તે માટે મોટા આયોજનો રહ્યા છે,પરંતુ ગામડાઓને પ્રતિકૂળ સુવિધાઓ ફાળવવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી કાર્યાલય દ્વારા દત્તક લેવાયેલ સિહોર તાલુકાના ઇશ્વરિયા ગામને અસુવિધા મળે તથા બસ સેવા ખોટ કરે તેવો તંત્રવાહ્કોનો કારસો રહ્યો છે.

ઇશ્વરિયાના સરપંચ શ્રી મુકેશકુમાર પંડિતે  ઇશ્વરિયાનાગ્રામજનો ઉતારુઓને ઉચિત સમયે બસ સુવિધા મળે તેવી માંગ કરી છે,જેથી વિદ્યાર્થીઓ,નોકરિયાતો તેમજ અન્યોને સોનગઢ,સિહોર તથા ભાવનગર જવા માટે અનુકુળતા રહે પરંતુ આ નિભર તંત્ર દ્વારા ઉતારુઓને પ્રતિકુળ સમય માં બસ સેવા આપવામાં આવે છે,જેથી ઉતારુઓની સંખ્યા પણ મળતી નથી,પરિણામે બસ સેવા ખોટ કરે છે.

    નિગમના વિભાકીય નિયામક શ્રી તથા સબંધિત અધિકારીઓને આ અંગે અસંખ્ય રજુઆતો થવા છતાં આ બસ સેવા ખોટ જ કરે અને બંધ કરી દેવાય તેમ ષડયંત્રરહ્યું છે.આ અંગે સરપંચ શ્રી દ્વારા સરકારમાં રજૂઆત થઇ છે,જો તંત્ર સુધરે અને ગામને સુવિધા મળે તો....!