ભાવનગર પાસે સિદસર ખાતે યોજાયેલ સંમેલન
સિદસર, રવિવાર તા ૧૩/૧૧/૨૦૧૬
રાષ્ટ્રના વિકાસ માટે ખેતીને પ્રાધાન્ય આપવું પડે પરંતુ કમનસીબે સરકાર ખેતી ને બદલે ઉદ્યોગો ને જ પ્રોત્સાહન આપે છે. આ વાત ભાવનગર પાસે સિદસર ખાતે યોજાયેલ સંમેલનમાં કોંગ્રેસ અગ્રણી શ્રી સિદ્ધાર્થભાઈપટેલે કરી.
કિસાન કોંગ્રેસના આયોજનથી ભાવનગર પાસે સિદસર ખાતે શનિવારે કિસાન રત્ન-કિસાન ખેત મજદૂર સંમેલનમાં અધ્યક્ષ સ્થાને રહેલા કોંગ્રસ અગ્રણી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે રાષ્ટ્રના વિકાસ માટે ખેતીને પ્રાધાન્ય આપવું પડે પરંતુ કમનસીબે સરકાર ખેતી ને બદલે માત્ર ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપે છે,તેમાં સમતોલ રાખવું જરૂરી છે, આ વાત કરી.ખેડૂત અને કૃષિ માટે સરકારની ઉપેક્ષા સામે લડત માટે તૈયાર રહેવા તથા આગામી ચૂંટણીમાં કોંગેસ દ્વારા ખેડૂત અને ગ્રામવિકાસના મુદ્દાઓની જાહેરાત તેઓએ કરી.
આ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશમંત્રી શ્રી બાબુભાઈ માંગુ કિયાએ કહ્યું કે સરકારે ખેડુતને જગતના તાતમાંથી ભિખારી બનાવી દીધો છે.
ધરાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્ને લડત મારે તૈયાર રહેવા અનુરોધ કર્યો.
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રસના પ્રમુખ શ્રી વિરજીભાઈ ઠુમ્મરે કહ્યું કે આ સાકાર ખેડૂત અને ગામડાની જ નહિ.
ભાવનગર જિલ્લા સહકારી બેન્કના અધ્યક્ષ શ્રી નાનુભાઈવાઘાણીએ પ્રતિજ્ઞા લીધી અને સૌને લેવરાવી કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે તો ૨૦૧૭ના વર્ષમાં સરકારને બદલીશું.
ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયસિંહ સરવૈયાએ રાષ્ટ્ર ને બચાવવા ગામડા બચાવવા જરુરુ છે તેમ કહી જિલ્લા પંચાયત દ્વારા થતી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.
અહી શ્રી કરશનભાઈ વેગડ તથા શ્રી નીતિનભાઈ ઘેલાણીએ પણ પ્રાસંગિક વાત કરી હતી.
પ્રારંભે શ્રી પાંચાભાઈ ચૌહાણે આવકાર ઉદબોધન કરેલ. અહી અભારવિધી શ્રી ભિખાભાઇ જાજડિયાએ કરી. સંચાલન માં જગદીશભાઈ જાજડિયા રહેલ. ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, શ્રી મણીભાઈ ગાંધી, શ્રી મેહુરભાઇ લવતુકા, શ્રી કિશોરસિંહ ગોહિલ, શ્રી જીવરાજભાઈ ગોધાણી, શ્રી લાલભા ગોહિલ વગેરે ઉપસ્થિત રહેલ.