ગ્રામપંચાયત ચલણ સ્વીકારવા નિર્ણય થવો જોઈએ.

 ગ્રામપંચાયતોના લ્હેણાં જમા કરાવવા માટે પણ

રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નું ચલણ સ્વીકારવા નિર્ણય થવો જોઈએ.

 ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદની માંગ

 

 ઇશ્વરિયા, રવિવાર તા.૧૩/૧૧/૨૦૧૬

      રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નું ચલણ બંધ કરેલ છે, જે મહાનગરપાલિકા તથા સરકારી કચેરીઓના લ્હેણાંમાં જમા કરાવવા છૂટ આપી છે, તે રીતે ગ્રામપંચાયતોના બાકી લ્હેણાં જમા કરાવવા માટે પણ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નું ચલણ સ્વીકારવા નિર્ણય થવો જોઈએ. આ અંગે ભાવનગર જિલ્લા  ગ્રામપંચાયત પરિષદની માંગ છે.

    સમગ્ર રાષ્ટ્ર માં નવી આર્થીક વ્યવસ્થા અને કાળાનાણા સામે પગલા ભરવાના આશયથી સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નું ચલણબંધ કરેલ છે, જે મહાનગરપાલિકા તથા સરકારી કચેરીઓના લ્હેણાં જમા કરાવવા છૂટ આપી છે, જે સારી બાબત છે, તે રીતે જ ગ્રામપંચાયતોના બાકી લ્હેણાં જમા કરાવવા માટે નિર્ણય થવો જોઈએ.

    ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદની માંગ છે કે આ અંગે નિર્ણય થાય તો વર્ષો જુના પડતર લ્હેણાંની વસુલાત થઇ શકે તેમ છે. પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ તથા સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિતે આ અંગે કરેલી માંગ મુજબ ગ્રામપંચાયતોના લ્હેણાં જમા કરાવવા માટે પણ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦નું આ ચલણ સ્વીકારવા માટે નિર્ણય થવો જોઈએ, જેનાથી ગ્રામપંચાયતની આવક પણ વધશે અને લ્હેણાંની યાદી પણ ઘટશે.